UPS NPS Calculator: જો તમે સરકારી કર્મચારી છો તો આ સમાચાર તમારા માટે છે. કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓ માટે યુનિફાઈડ પેન્શન યોજના (UPS) કેલક્યુલેટર લોન્ચ કર્યું છે. જેના માટે સરકારી કર્મચારી પોતાના પેન્શન અંદાજની ગણતરી કરી શકે છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ રિટાયરમેન્ટની વય, માસિક બેઝિક પગાર, માસિક યોગદાન, વર્તમાન એનપીએસ કોર્પસ જેવી વિગતોની મદદથી કેલક્યુલેટરમાં એનપીએસ અને યુપીએસની ગણતરી કરી શકે છે.
UPS, NPS બંને માટે
નાણા મંત્રાલયના અંતર્ગત આવતા ડિપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્સિયલ સર્વિસિઝે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગે જણાવ્યું હતું કે, એનપીએસ ટ્રસ્ટે યુનિફાઈડ પેન્શન યોજના કેલક્યુલેટર રજૂ કર્યું છે. જે એનપીએસ અને યુપીએસ બંને પેન્શનધારકોને પેન્શનનો અંદાજ આપશે. આ કેલક્યુલેટર તેમને ગણતરી કરી સચોટ પેન્શન યોજના પસંદ કરવામાં મદદ કરશે.