Gold Price Today: સોનું થયું વધુ સસ્તું, આજે કિંમતમાં નોંધાયો ઘટાડો

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Gold Price Today: આ દિવસોમાં, ક્યારેક સોનાના ભાવમાં ભારે વધારો, તો ક્યારેક ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે છેલ્લા થોડા સમયથી સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ફરી એકવાર સોનાનો ભાવ ઘટી ગયો છે અને સોનું સસ્તું થઈ રહ્યું છે.

આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 95,270 રુપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 87,340રુપિયા પર છે.

આ સાથે મુંબઈ, બેંગ્લુરુ, હૈદરાબાદ અને ચેન્નાઈ જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનું 95,120 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોચ્યું છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 87,190 પર છે.

ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તે 10ગ્રામ સોનું 95,170 રુપિયા પર છે તેવી જ રીતે 22 કેરેટ સોનાનો ભાવ 86,240 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે.

ચાંદીની વાત કરીએ તો, તો ગઈકાલે ચાંદીના ભાવમાં પણ 1000 રુપિયાનો ઘટાડો નોંધાયો છે. આજે 19 મેના રોજ ચાંદીનો ભાવ 96,900 રુપિયા પ્રતિ કિલોના ભાવે છે.

સોનાની શુદ્ધતા ઓળખવા માટે આંતરરાષ્ટ્રીય માનકીકરણ સંગઠન દ્વારા હોલ માર્ક્સ આપવામાં આવે છે. 24 કેરેટના સોનાના દાગીના પર 999, 23 કેરેટમાં 958, 22 કેરેટમાં 916, 21 કેરેટમાં 875 અને 18 કેરેટમાં 750 લખેલું હોય છે.

મોટાભાગનું સોનું 22 કેરેટમાં વેચાય છે જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે. કેરેટ 24 થી વધુ ન હોઈ શકે અને કેરેટ જેટલું ઊંચું હશે, તેટલું શુદ્ધ સોનું હશે.

Share This Article