Bank of Baroda Recruitment 2026: જો તમે બેંકમાં સરકારી નોકરી મેળવવા માંગતા હોવ તો તમારા માટે બેંક ઓફ બરોડા (BOB) માં નવી ભરતી આવી ગઈ છે. બેંકને તેના ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IT) ડિપાર્ટમેન્ટમાં મેનેજર, ઓફિસર, સીનિયર મેનેજર ડેવલપમેન્ટ, સીનિયર મેનેજર AI, ઓફિસર API ડેવલપર જેવા વિવિધ પદો પર લોકોની જરૂર છે. આ ભરતી માટે બેંક ઓફ બરોડાએ તેની સત્તાવાર વેબસાઈટ bankofbaroda.bank.in પર ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. અરજીની પ્રક્રિયા પણ ઓનલાઇન શરૂ થઈ ગઈ છે.
બેંક ઓફ બરોડા IT ભરતી ૨૦૨૬ ની ડિટેલ
| વિગત | માહિતી |
| બેંકનું નામ | બેંક ઓફ બરોડા (BOB) |
| પદનું નામ | સીનિયર મેનેજર, મેનેજર, ઓફિસર ડેવલપર, સીનિયર મેનેજર (AI), ઓફિસર (API), ઓફિસર નેટવર્ક એડમિનિસ્ટ્રેટર, ઓફિસર સર્વર એડમિનિસ્ટ્રેટર, સીનિયર મેનેજર ડેટાબેઝ, મેનેજર ડેટાબેઝ, ઓફિસર ડેટા એન્જિનિયર, મેનેજર ડેવલપર વગેરે |
| પદોની સંખ્યા | ૪૧૮ |
| ઓફિશિયલ વેબસાઈટ | bankofbaroda.bank.in |
| અરજી શરૂ થવાની તારીખ | ૩૦ જાન્યુઆરી ૨૦૨૬ |
| અરજી કરવાની છેલ્લી તારીખ | ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૬ |
| પગાર ધોરણ | પદ અનુસાર ૪૮,૪૮૦/- થી ૧,૦૫,૨૮૦/- રૂપિયા પ્રતિ માસ સુધી |
| ઉંમર મર્યાદા | પદ અનુસાર ન્યૂનતમ ૨૨ વર્ષથી મહત્તમ ૩૭ વર્ષ |
| પસંદગી પ્રક્રિયા | લેખિત પરીક્ષા, ઇન્ટરવ્યુ, મેરિટ લિસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન |
| અરજી ફી | સામાન્ય/OBC/EWS- ૬૦૦/-; SC/ST/PWD/મહિલા- ૧૭૫/- |
બેંક ઓફ બરોડામાં IT પ્રોફેશનલ્સ માટે લાયકાત
ફુલ ટાઈમ B.E/ B.Tech/ M.E/ M.Tech/ કોમ્પ્યુટર સાયન્સમાં MCA/ ઇન્ફોર્મેશન ટેકનોલોજી/ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં ફુલ ટાઈમ ડિગ્રી હોવી જોઈએ.
સાથે જ જે-તે સંબંધિત ક્ષેત્રમાં ઓછામાં ઓછો ૧ થી ૫ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.
શૈક્ષણિક લાયકાત અને અનુભવ – આ બંને યોગ્યતા ધરાવતા ઉમેદવારો જ આ ભરતીમાં ફોર્મ ભરી શકશે.
બેંક ભરતીમાં કેવી રીતે અરજી કરવી?
૧. અરજી કરવા માટે ઉમેદવારોએ સૌથી પહેલા બેંક ઓફ બરોડાની સત્તાવાર વેબસાઈટ bankofbaroda.bank.in પર જવાનું રહેશે.
૨. અહીં તમારે ‘Career’ સેક્શનમાં ‘Current Opportunities’ ટેબ પર જવાનું રહેશે.
૩. તેમાં તમને ‘Recruitment of professionals on Regular Basis for Information Technology (IT) Department in Bank of Baroda BOB/HRM/REC/Advt/2026/4’ નો વિકલ્પ મળશે.
૪. હવે ‘Apply Now’ પર ક્લિક કરતા જ તમારી સ્ક્રીન પર એપ્લિકેશન વિન્ડો ખુલશે.
૫. તમારે પહેલા પોઝિશન સિલેક્ટ કરવાની રહેશે. તેમાં ‘IT Dept Regular Jan 2026’ પોસ્ટ સિલેક્ટ કરીને ‘Register’ પર ક્લિક કરો.
૬. અહીં તમારું ઈમેલ આઈડી, નામ અને મોબાઈલ નંબરની વિગતો ભરીને કેપ્ચા કોડ એન્ટર કરી ‘Proceed’ કરો.
૭. જનરેટ થયેલા રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડની મદદથી વેબસાઈટ પર લોગઈન કરો.
૮. હવે જે પણ અન્ય માહિતી માંગવામાં આવે તે ધ્યાનથી ભરો. તમારી વિગતો સર્ટિફિકેટ્સ મુજબ જ હોવી જોઈએ.
૯. તમામ વિગતો ભર્યા પછી તમારો લેટેસ્ટ ફોટોગ્રાફ અને સહી સ્કેન કરીને અપલોડ કરો.
૧૦. તમારી કેટેગરી મુજબ એપ્લિકેશન ફી ભરો અને ફોર્મની ફાઈનલ પ્રિન્ટ આઉટ કાઢીને સાચવી રાખો.

