JEE Mains 2026 schedule: JEE Mainsની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સમાચાર છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ JEE Mains 2026 પરીક્ષાની સંભવિત તારીખો જાહેર કરી છે. આ પરીક્ષા બે સેશનમાં લેવામાં આવશે. જારી કરાયેલી માર્ગદર્શિકાને અનુસરીને, દેશભરના વિવિધ કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવશે.
NTA દ્વારા જાહેર કરાયેલા ટેન્ટેટિવ શેડ્યૂલ અનુસાર, JEE Mains સેશન 1ની પરીક્ષા 21થી 30 જાન્યુઆરી, 2026 દરમિયાન યોજાશે. જ્યારે JEE Mains સેશન 2ની પરીક્ષા 1થી 10 એપ્રિલ, 2026 દરમિયાન યોજાશે. આ શેડ્યૂલ સત્તાવાર વેબસાઇટ, jeemain.nta.nic.in પર જાહેર કરવામાં આવ્યું છે, જે પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ ચેક કરી શકે છે.
રજીસ્ટ્રેશન ક્યારે શરૂ થશે?
જાહેર કરાયેલા ટેન્ટેટિવ શેડ્યૂલ મુજબ, JEE મેન્સ 2026 Mains સેશન 1 માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ઓક્ટોબર 2025માં શરૂ થશે. જ્યારે Mains સેશન 2 માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા જાન્યુઆરી 2026ના છેલ્લા અઠવાડિયામાં શરૂ થશે. શિક્ષણ મંત્રાલયે JEE Mains પરીક્ષા લેવા માટે JEE એપેક્સ બોર્ડ (JAB) ની પુનર્ગઠન કરી છે. મીડિયા અહેવાલો અનુસાર, કોર્સમાં કેટલાક ફેરફારો કરવામાં આવી શકે છે. જોકે, આ સંદર્ભમાં હજુ સુધી કોઈ સત્તાવાર નોટિફિકેશન જાહેર નથી કરવામાં આવ્યું.