MCL Recruitment 2026: ભારત સરકારની કંપનીમાં શાનદાર સેલરી વાળી નોકરી મેળવવાની તક છે. સરકારી કંપની કોલ ઈન્ડિયા લિમિટેડ (CIL) ની પેટા કંપની મહાનદી કોલફિલ્ડ્સ લિમિટેડ (MCL) એ 600 થી વધુ પદો પર ભરતીની જાહેરાત કરી છે. આ ભરતીની વિગતવાર જાહેરાત પણ બહાર પાડવામાં આવી છે. ઓનલાઇન અરજીની પ્રક્રિયા ટૂંક સમયમાં કંપની તેની સત્તાવાર વેબસાઇટ www.mahanadicoal.in પર શરૂ કરવા જઈ રહી છે.
મહાનદી કોલફિલ્ડ લિમિટેડ આ ભરતી અભિયાન દ્વારા જુનિયર ઓવરમેન, માઇનિંગ સિરદાર અને સર્વેયરના 664 પદો ભરી રહી છે. આ ઉપરાંત ટ્રાન્સલેટરની 01 અને ટેકનિશિયનની 02 જગ્યાઓ બેકલોગ વેકેન્સી દ્વારા ભરવામાં આવશે. કુલ મળીને 667 પદો પર વેકેન્સી બહાર પડી છે.
MCL ભરતી 2026 ની જરૂરી વિગતો
| વિગત | માહિતી |
| ભરતી કંપની | મહાનદી કોલફિલ્ડ્સ લિમિટેડ (MCL) |
| પદનું નામ | જુનિયર ઓવરમેન, માઇનિંગ સરદાર, સર્વેયર |
| કુલ ખાલી જગ્યાઓ | 667 |
| ઓફિશિયલ વેબસાઇટ | www.mahanadicoal.in |
| અરજી શરૂ થવાની તારીખ | 16 માર્ચ 2026 સવારે 10 વાગ્યાથી |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 6 એપ્રિલ 2026 |
| વય મર્યાદા | લઘુત્તમ ઉંમર 18 અને મહત્તમ ઉંમર 30 વર્ષ સુધી. અનામત વર્ગોને નિયમ મુજબ છૂટછાટ મળશે. |
| પસંદગી પ્રક્રિયા | કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ (CBT) દ્વારા સિલેક્શન થશે. આ સિવાય કોઈ પર્સનલ ઇન્ટરવ્યુ લેવામાં આવશે નહીં. |
MCL જુનિયર ઓવરમેન, માઇનિંગ સરદાર માટે લાયકાત શું જોઈએ?
જુનિયર ઓવરમેન: માઇનિંગ એન્જિનિયરિંગમાં 3 વર્ષનો ડિપ્લોમા અથવા માઇનિંગ એન્જિનિયરિંગની ડિગ્રી અથવા અન્ય સમકક્ષ લાયકાત હોવી જોઈએ. સાથે વેલિડ ઓવરમેન લાયકાત પ્રમાણપત્ર જે ભૂગર્ભ અને ખુલ્લી બંને ખાણોમાં કામ કરવા માટે માન્ય હોય. અથવા ખાણકામ સંબંધિત અન્ય કોઈ સર્ટિફિકેટ જે બંને ખાણોમાં ઓવરમેન તરીકે કામ કરવા માટે માન્ય હોય. સાથે વેલિડ ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટ અને વેલિડ ગેસ ટેસ્ટિંગ સર્ટિફિકેટ હોવું જોઈએ.
માઇનિંગ સરદાર: 12મું અથવા માઇનિંગ એન્જિનિયરિંગમાં 3 વર્ષનો ડિપ્લોમા/ડિગ્રી અથવા અન્ય સમકક્ષ લાયકાત. સાથે ભૂગર્ભ અને ખુલ્લી ખાણોમાં કામ કરવાનું સર્ટિફિકેટ પણ હોય. સાથે ફર્સ્ટ એઇડ, વેલિડ ગેસ ટેસ્ટિંગ સર્ટિફિકેટ પણ હોવું જોઈએ.
સર્વેયર: 12મું અથવા સમકક્ષ લાયકાત હોય અથવા ઉમેદવારે માઇનિંગ/માઇન સર્વેઇંગ એન્જિનિયરિંગમાં 3 વર્ષનો ડિપ્લોમા કે ડિગ્રી હોવી જોઈએ. સાથે ભૂગર્ભ અથવા અંડર ગ્રાઉન્ડ માઇન્સમાં કામ કરવાનું સર્ટિફિકેટ હોવું જોઈએ.
ટ્રાન્સલેટર: બી.એ અથવા સમકક્ષ હિન્દી અને ઇંગ્લિશ સાથે. હિન્દી ટ્રાન્સલેશનમાં સરકારી ડિપ્લોમા ધરાવતા લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે.
ટેકનિશિયન: માન્યતા પ્રાપ્ત ઇન્સ્ટિટ્યૂટમાંથી પેથોલોજીમાં ડિપ્લોમા હોવો જોઈએ.
માઇનિંગ સરદારને સેલરી કેટલી મળશે?
આ નવી ભરતી દ્વારા પસંદ થયેલા ઉમેદવારોને પદાનુસાર અલગ-અલગ સેલરી મળશે. જુનિયર ઓવરમેનના પદ પર 47300/- રૂપિયા પ્રતિ માસ, માઇનિંગ સરદારને 47300/-, સર્વેયરને 51103/-, ટ્રાન્સલેટરને 41966/-, ટેકનિશિયન (પેથોલોજી) ને 47330/- રૂપિયા પ્રતિ માસ સુધી બેઝિક સેલરી આપવામાં આવશે.
અરજી માટે ઉમેદવારોને ઇમેઇલ આઈડી, મોબાઈલ નંબર, એજ્યુકેશન ક્વોલિફિકેશન, 10માની માર્કશીટ/ડિપ્લોમા/ડિગ્રી/ડિગ્રી માર્કશીટ, OBC (NCL)/SC/ST જાતિ પ્રમાણપત્ર, ઈડબલ્યુએસ સર્ટિફિકેટ, પીડબ્લ્યુબીડી સર્ટિફિકેટ, કલરફુલ ફોટોગ્રાફ, હસ્તાક્ષરની જરૂર પડશે. આ ભરતી સંબંધિત અન્ય કોઈ પણ જાણકારી માટે અભ્યર્થિ કંપનીની સત્તાવાર વેબસાઇટની પણ મુલાકાત લઈ શકે છે.

