ONGC Recruitment 2024: તેલ અને પ્રાકૃતિક ગેસ નિગમ લિમિટેડ (ONGC)માં નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે સુવર્ણ તક છે. જે પણ ઉમેદવાર પાસે ONGCની આ જગ્યાઓ સંબંધિત લાયકાત હોય, તે સત્તાવાર વેબસાઇટ ongcindia.com પર જઈને અરજી કરી શકે છે. આ માટે ONGC દ્વારા જુનિયર કન્સલ્ટન્ટ અને એસોસિએટ કન્સલ્ટન્ટની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ONGCની આ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.
ONGCની આ ભરતી માટે જે પણ ઉમેદવાર અરજી કરવાનું વિચારી રહ્યા છે. તે 3 જાન્યુઆરી 2025 સુધી કે તે પહેલા અરજી કરી શકે છે. આ ભરતીના દ્વારા કુલ 4 જગ્યાઓ પર ભરતી કરવામાં આવનાર છે. જો તમે પણ અરજી કરી રહ્યા છો તો, નીચે આપેલી વિગતો ધ્યાનથી વાંચો.
શૈક્ષણિક લાયકાત
ONGCની આ જગ્યાઓ માટે અરજી કરનાર ઉમેદવારો પાસે સત્તાવાર નોટિફિકેશનમાં આપવામાં આવેલી સંબંધિત લાયકાત હોવી જરૂરી છે. ત્યારે જ તે અરજી કરવા માટે પાત્ર ગણાશે. સાથે જ વર્કઓવર/ ડ્રિલિંગ ઓપરેશન્સના મેન્ટેનન્સ વિભાગમાં ઓછામાં ઓછો 10 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
વય મર્યાદા
ONGC ભરતી 2024માં અરજી કરનાર ઉમેદવારની ઉંમર 63 વર્ષથી ઉપર ન હોવી જોઈએ.
કેટલો મળશે પગાર?
જુનિયર કન્સલ્ટન્ટ: દર મહિને ₹40,000 (કુલ) + ₹2,000 (મહત્તમ) સંચાર ભથ્થું
એસોસિએટ કન્સલ્ટન્ટ: ₹66,000 પ્રતિ મહિને (કુલ) + ₹2,000 (મહત્તમ) સંચાર ભથ્થું
પસંદગી પ્રક્રિયા
ONGCની આ જગ્યાઓ માટે અરજી કરનાર ઉમેદવારોની પસંદગી શોર્ટલિસ્ટના આધારે કરવામાં આવશે. પરીક્ષાની તારીખ, સ્થળ, પર્સનલ ઇન્ટરવ્યૂ અને અન્ય સંબંધિત જાણકારી શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ઈમેલ દ્વારા આપવામાં આવશે.
આ રીતે કરો અરજી
અરજી કરવા માટે ઉમેદવારને ONGC દ્વારા જાહેર સત્તાવાર નોટિફિકેશનમાં આપવામાં આવેલા ફોર્મેટ અનુસાર અરજી ફોર્મ ભરીને તમામ જરૂરી દસ્તાવેજો સાથે જમા કરાવવાનું રહેશે.
અરજી માટેનું માધ્યમ
ઈમેલ – [email protected] [email protected]
સરનામુ – P & CL, વેલ સર્વિસેઝ, ઓટી કોમ્પ્લેક્સ, અસમ એસેટ.

