Success Story: બાળપણમાં મજાક ઉડી, આજે ગાયકીથી 2,541 કરોડ ભેગા કર્યા

Arati Parmar
3 Min Read

Success Story of Shakira: કહેવાય છે કે, પુત્રના પગ પારણામાં જ દેખાય છે. પરંતુ, ઘણીવાર એવું પણ થયું છે કે, હીરાને ઓળખવામાં ઝવેરી પણ કાચા પડી ગયા છે અને પત્થર સમજીને તેને નકારી કાઢ્યા છે. આવું જ થયું કે, ‘ક્વિન ઓફ લેટીન અમેરિકા’શકીરાની સાથે. આજે શકીરાની અવાજ પર દુનિયા ફિદા છે, પરંતુ બાળપણમાં જ્યારે તે સ્કૂલમાં હતી તો તેની અવાજ મ્યુઝિક ટીચરને બિલકુલ પસંદ ન હતી. તેની ટીચરનું માનવું હતુ કે, શકીરાની અવાજ બકરી જેવી છે. આ જ કારણ હતુ કે, ટીચરે સ્કૂલમાં ગ્રુપ સોન્ગમાં ક્યારેય તેને સામેલ ન કરી. પરંતુ, શકીરાએ હાર ન માની અને સંઘર્ષ યથાવત રાખ્યો. તેનું જ પરિણામ છે કે, આજે પૂરી દુનિયામાં શકીરાએ ડંકો વગાડ્યો છે અને તે આજે 2,541 કરોડની માલિક છે. લાઈવ શો, આલ્બલ વેચાણ અને જાહેરાતોથી તે કરોડોની કમાણી કરે છે.

ગત વર્ષે એક ટોક શોમાં શકીરાએ પોતે સ્કૂલમાં તેની સાથે થયેલા ખરાબ વ્યવહાર વિશે જણાવ્યું છે. શકીરાએ કહ્યું કે તેના શિક્ષકને લાગ્યું કે તેનો અવાજ ગાયક માટે “ખૂબ વિક્ષેપજનક” છે. શકીરાએ કહ્યું, “તેઓએ મને ક્યારેય ગાયકવૃંદમાં સામેલ કરી નથી. અને તે મારા માટે એક મોટી નિરાશા હતી.” શકીરાના સહાધ્યાયીઓ પણ તેના અવાજની મજાક ઉડાવતા અને કહેતા કે તે બકરી જેવો અવાજ કરતી હતી.

- Advertisement -

પિતાએ આપી પ્રેરણા

મ્યુઝિક ટીચરને ભલે શકીરાના અવાજમાં દમ જોવા ન મળ્યો, પરંતુ શકીરાના પિતાને ખબર હતી કે, તેમની પુત્રીનો અવાજ ‘અનોખો’ છે. તેમણે શકીરાને તેની અવાજમાં વાઈબ્રેટો જાળવી રાખવા માટે કહ્યું. તેઓ હંમેશા કહેતા હતા કે, વાઈબ્રેટો વગર અવાજની કોઈ કિંમત નથી. વાઈબ્રેટો વગર કોઈ અવાજ, અવાજ નથી. તેમની સલાહ પર શકીરાએ તેનો વાઈબ્રેટો જાળવી રાખ્યો અને તે જ તેની ઓળખ બની ગઈ.

- Advertisement -

કરે છે ખૂબ કમાણી

શકીરા, ગ્લોરિયા એસ્ટેફન બાદ લેટીન અમેરિકામાં જન્મેલી સૌથી અમીર પોપ ગાયિકા છે. તેની અંદાજિત સંપત્તિ 2,541 કરોડ રૂપિયા છે. શકીરાની કમાણીનો એક મોટો હિસ્સો તેના વર્લ્ડ ટૂર્સથી આવે છે. પોલસ્ટારના 2020ના એક રિપોર્ટ અનુસાર, શકીરાએ 2000થી 2020ની વચ્ચે 190 શોમાં 2.7 મિલિયનથી વધારે ટિકિટ વેચી, જેનાથી તેને 189 મિલિયન ડોલરથી વધારે કમાણી થઈ છે.

- Advertisement -

2003માં, શકીરાએ વેલેન્ટાઈન ડે પર મેક્સિકો સિટીમાં ફોરો સોલ ખાતેના શોમાંથી $4 મિલિયનથી વધુ કમાણી કરીને રેકોર્ડ બનાવ્યો. આ સિવાય શકીરાએ તેના ગીતોના આલ્બમના વેચાણથી પણ ઘણી કમાણી કરી છે. શકીરાએ તેની સમગ્ર કારકિર્દી દરમિયાન 100 મિલિયનથી વધુ આલ્બમ્સ વેચ્યા છે. ‘લોન્ડ્રી સર્વિસ’ તેનો સૌથી સફળ આલ્બમ હતો. ધ રિચેસ્ટ અનુસાર, આ આલ્બમની વિશ્વભરમાં 13 મિલિયનથી વધુ નકલો વેચાઈ.

TAGGED:
Share This Article