અમદાવાદ : કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણનો ડીપ ફેક વીડિયો શેર કરવા બદલ ગુજરાત પોલીસે એક વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું . જેમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરના એકાઉન્ટમાં જ્યાં વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો તે વ્યક્તિની ઓળખ ચિરાગ પટેલ તરીકે કરવામાં આવી હતી. આ વિડિયોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને હેરફેર કરવામાં આવી હોવાનું જણાયું હતું.

GST મુદ્દે ચિરાગ પટેલ નામના એકાઉન્ટથી વિડીયો પોસ્ટ થયો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પોસ્ટ કરનાર વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. મંગળવારે, સંઘવીએ સોશિયલ મીડિયા પર કહ્યું: “નાગરિકોને ગેરમાર્ગે દોરવા માટે આ નકલી વીડિયો ફેલાવવાનું આ ભ્રામક કૃત્ય ઘૃણાજનક છે.”

