વડોદરાઃ 1.62 કરોડના જપ્ત કરાયેલા દારૂ પર બુલડોઝરનો ઉપયોગ

Reena Brahmbhatt
1 Min Read

સાત પોલીસ સ્ટેશનની હદમાંથી દારૂ અને આયુર્વેદિક કફ સિરપ જપ્ત કરવામાં આવ્યો હતો.

વડોદરાના સાત પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટા જથ્થામાં ઝડપાયેલ દારૂ અને આયુર્વેદિક કફ સિરપનો આજે બુલડોઝિંગ કરીને નાશ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

alcohol drinker

વડોદરા સિટી પોલીસ સ્ટેશનના ઝોન-1 હેઠળના જવાહરનગર, ગોરવા, લક્ષ્મીપુરા સહિતના સાત પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયેલી રૂ. 1.62 કરોડની કિંમતની 90,000થી વધુ દારૂની બોટલોનો આજે કોર્ટના આદેશ મુજબ બુલડોઝર ચલાવીને નાશ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

નંદેસરી-જવાહર નગર રોડ પરના મેદાનમાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓની દેખરેખ હેઠળ મોટી માત્રામાં બોટલો રોડ પર ઉતારી તેના પર બુલડોઝ કરવામાં આવ્યું હતું. વિવાદાસ્પદ નશીલા આયુર્વેદીક કપ સિરપનો પણ આટલો જ જથ્થો રાખવામાં આવ્યો હતો.

- Advertisement -
Share This Article