પદ્મિનીબા વાળાએ લોરેન્સ બિશ્નોઈને ચેતવણી આપતાં કહ્યું હતું કે, બેટા.. તું એકવાર સામે આવ.તને ખબર પાડી દઉે કે હું કોણ છું
બાબા સિદ્દીકીના હત્યાના આરોપી લોરેન્સ બિશ્નોઈને રાજપૂત સમાજ દ્વારા ધમકીઓ મળી રહી છે. હાલમાં જ કરણી સેનાના રાજ શેખાવતે લોરેન્સ બિશ્નોઈને મારનારને ઈનામની જાહેરાત કરી હતી. ત્યારે રાજપૂત મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાએ લોરેન્સ બિશ્નોઈને ચેતવણી આપી છે. પદ્મિનીબા વાળાએ લોરેન્સ બિશ્નોઈને ચેતવણી આપતાં કહ્યું હતું કે, બેટા.. તું એકવાર સામે આવ.તને ખબર પાડી દઉે કે હું કોણ છું.
પદ્મિનીબાવાળાએ શું કહ્યું…
સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરીને પદ્મિનીબા વાળાએ કરણી સેનાના રાજ શેખાવતને સમર્થન આપ્યું છે. તેમણે વીડિયોમાં કહ્યું કે, અમારા રાજ શેખાવતે જે પણ લોરેન્સ બિશ્નોઈ માટે જાહેરાત કરી છે તેનું અમે સમર્થન કરીએ છીએ. જ્યાં પણ રાજ શેખાવત અમને બોલાવશે, અમે મોટી સંખ્યા લઈને ત્યાં પહોંચી જઈશું. લોરેન્સ બેટા એકવાર તું સામે આવ. આ બિલાડી ઉંદરની રમત અમને પસંદ નથી. જે પાછળથી હુમલો કરે છે તે ગદ્દાર કહેવાય છે. બેટા.. તું એકવાર સામે આવ.તને ખબર પાડી દઉે કે હું કોણ છું. વંદેમારતમ, જય મા કરણી.
ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ પણ કરી ટ્વિટ
તો બીજી તરફ, ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ આગમાં ઘી હોમ્યું છે. ગુજરાતના પૂર્વ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાં કોઈનું નામ લીધા વિનાની આ ઘટના અનુસંધાને લાગે તેવી એક કટાક્ષ ભરી ટ્વીટ કરતા રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ટ્વીટમાં લખ્યું છે કે, સમય જ બળવાન છે, કેવો વિચિત્ર જોગ-સંજોગ છે. જે માણસ શંકાસ્પદ કાળા હરણનો અપરાધી છે, એને પોલીસ ચોવીસ કલાક રક્ષણ આપે છે. આનું નામ જ સમય!