દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લાના દરિયા કે નદી કિનારે 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ કેરળમાં ચોમાસું આવી ગયું છે અને હવે તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગની આગાહીને લઈને સુરતનું વહીવટીતંત્ર એક્શનમાં આવી ગયું છે. દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લાના નદી કિનારે 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. જેના કારણે સુરત પોલીસે લોકોને સાવચેતી માટે એક જાહેરનામું બહાર પાડ્યું છે.

જે મુજબ 1 થી 7 જૂન સુધી ડુમસ અને સુવાલી બીચ પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત દરિયાઈ ખેડૂતો અને માછીમારોને પણ દરિયામાં ન જવા સૂચના આપવામાં આવી છે. જાહેરનામાનો ભંગ ન થાય તે માટે બંને બીચ પર પોલીસ જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે. હાલમાં કોઈ મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી.

