AAP Gujarat Narmada Victory: ભાજપ-કોંગ્રેસની મિલીભગત સામે આદિવાસી સમાજની મોટી ક્રાંત, નર્મદામાં આમ આદમી પાર્ટીની જીત પર અરવિંદ કેજરીવાલનો પ્રચંડ દાવો

Arati Parmar
4 Min Read

AAP Gujarat Narmada Victory:  આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતના નર્મદા જિલ્લામાં પાર્ટીની સરકાર બનવા પર આયોજિત ભવ્ય વિજય યાત્રામાં સામેલ થયા અને જનતાનો આભાર માન્યો. આ દરમિયાન તેમણે કહ્યું કે નર્મદાની જનતાએ બદલાવ લાવીને સ્પષ્ટ કરી દીધું છે કે ૨૦૨૭માં ગુજરાતમાં ‘આપ’ની સરકાર બનવી નક્કી છે. આદિવાસી સમાજે નર્મદા જિલ્લામાં આપની સરકાર બનાવીને ભાજપના મોં પર જોરદાર તમાચો માર્યો છે. આ પ્રથમ વખત છે, જ્યારે ગુજરાતની અંદર કોઈ જિલ્લામાં કોંગ્રેસ-ભાજપ સિવાય કોઈ ત્રીજી પાર્ટી એટલે કે આપની સરકાર બની છે. તેમણે કહ્યું કે જે ચિંગારી આદિવાસી સમાજે શરૂ કરી છે, તે આખા ગુજરાતમાં ફેલાશે અને ૨૦૨૭માં ગુજરાતમાં ‘આપ’ની સરકાર બનશે.

નર્મદા જિલ્લાની જનતાનો દિલથી આભાર

અરવિંદ કેજરીવાલે કહ્યું કે હું દિલ્હીથી નર્મદા જિલ્લાની જનતાનો દિલથી આભાર માનવા આવ્યો છું. જે રીતે લોકોએ નર્મદા જિલ્લામાં વિશ્વાસ દર્શાવીને અને પ્રેમ આપીને આમ આદમી પાર્ટીની સરકાર બનાવી છે, તેના માટે હું જનતાને ખૂબ-ખૂબ ધન્યવાદ અને શુભેચ્છાઓ આપું છું. અરવિંદ કેજરીવાલે કહ્યું કે છેલ્લા ૭૫ વર્ષમાં ગુજરાતમાં રાજ્ય સ્તર હોય કે જિલ્લા સ્તર, માત્ર કોંગ્રેસ કે ભાજપની જ સરકાર બનતી હતી. લોકો કહેતા હતા કે ગુજરાતમાં ત્રીજી પાર્ટી હોઈ જ ન શકે. ત્રીજી પાર્ટીનું અહીં કોઈ અસ્તિત્વ નથી. પરંતુ નર્મદા જિલ્લાના લોકોએ પ્રથમ વખત ત્રીજી પાર્ટી એટલે કે આમ આદમી પાર્ટીની સરકાર બનાવી દીધી છે.

- Advertisement -

બદલાવ ઈચ્છે છે ગુજરાતના લોકો

અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ દર્શાવે છે કે ગુજરાતના લોકો બદલાવ ઈચ્છે છે. આજે જે નર્મદા જિલ્લાના લોકોએ કરીને બતાવ્યું છે, કાલે તે આખું ગુજરાત કરીને બતાવશે. આદિવાસી વિસ્તાર અને નર્મદા જિલ્લામાંથી લોકોએ જે ચિંગારી શરૂ કરી છે, હવે તે આખા ગુજરાતમાં ફેલાશે અને ૨૦૨૭માં આમ આદમી પાર્ટીની સરકાર બનશે. આ કોઈ ક્રાંતિથી ઓછું નથી.

ભાજપ પર કર્યો પ્રહાર

અરવિંદ કેજરીવાલે કહ્યું કે છેલ્લા ૩૦ વર્ષથી ભાજપે ભ્રષ્ટાચાર, દમન અને અત્યાચાર કરી રાખ્યો છે. તેઓ જેને ઈચ્છે છે પકડીને જેલમાં નાખી દે છે, ડરાવે-ધમકાવે છે અને ખોટા કેસ કરે છે. પહેલા લોકોની પાસે કોઈ વિકલ્પ નહોતો, કારણ કે ભાજપ અને કોંગ્રેસ બંને મળેલા છે. બંને પાર્ટીઓ વચ્ચે મોટો ભાઈચારો છે, તેમના સંયુક્ત ધંધા ચાલી રહ્યા છે, સગપણ છે અને અંદરોઅંદર લગ્ન-પ્રસંગો થાય છે. આ બંને અલગ-અલગ પાર્ટીઓ નથી, પરંતુ બંને મળીને ગુજરાતને લૂંટી રહી છે.

- Advertisement -

જનતા માટે લડી રહી છે આમ આદમી પાર્ટી

અરવિંદ કેજરીવાલે કહ્યું કે માત્ર આમ આદમી પાર્ટી જ જનતા માટે લડી રહી છે. જો જેલમાં જવાનું હોય, તો કોંગ્રેસના નેતાઓ ક્યારેય જેલમાં નથી જતા, પરંતુ આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા જેલમાં જાય છે. ભાજપે ચૈતર વસાવાને ઘણા દિવસો સુધી જેલમાં રાખ્યા, પરંતુ આ વખતે નર્મદા જિલ્લામાં સરકાર બનાવીને આખા આદિવાસી સમાજે ભાજપના મોં પર જોરદાર તમાચો માર્યો છે. અરવિંદ કેજરીવાલે સંગીતાબેન અને અંજનાબેનને કહ્યું કે આખું ગુજરાત જ નહીં, પરંતુ આખો દેશ જોઈ રહ્યો છે. નર્મદા જિલ્લામાં જે સરકાર બની છે, તેણે ઈમાનદારીની સાથે ખૂબ સારું કામ કરવાનું છે. લોકોએ જે વિશ્વાસ દર્શાવ્યો છે, તેને પૂરો કરવાનો છે અને જનતાની સેવા કરવાની છે, જેથી ગુજરાતના તમામ લોકો કહે કે જુઓ, નર્મદા જિલ્લામાં કેટલું સારું કામ થઈ રહ્યું છે. જ્યારે બધા લોકો આ જોશે તો આખા ગુજરાતમાં નર્મદા જિલ્લાની વાત ફેલાશે.

આ પણ વાંચો: Anand District Panchayat: માત્ર ૭ બેઠકો હોવા છતાં આણંદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનો ભગવો વાવટો ઉતારી પંજો ગર્જ્યો, અમિત ચાવડાનો મોટો રાજકીય દાવપેચ – Newz Cafe

- Advertisement -
Share This Article