Ahmedabad Dog News : ચાર મહિનાની બાળકીનો જીવ લેનાર ડોગનું ટીક ફીવરથી મોત, કેસમાં નવો વળાંક

Arati Parmar
1 Min Read

Ahmedabad Dog News : હાથીજણ વિસ્તારમાં ચાર મહીનાની બાળકી ઉપર હુમલો કરી ફાડી ખાનારા રોટવિલર ડોગને ટીક ફીવર હોવાનુ જાણવા મળતા તેને બોડકદેવ ખાતે આવેલી વેટરનરી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.જયાં મંગળવારે મધરાતે તેનુ મોત થતા ગ્યાસપુર ખાતે કાર્કસ ડેપોની જગ્યામાં ઉંડો ખાડો કરી તેને દાટીને અંતિમ સંસ્કાર કરાયા હતા.

રાધે રેસિડેન્સીના ફલેટ નંબર એ-202મા રહેતા દીલીપ પટેલના રોકી નામના પેટ ડોગ રોટ વિલર દ્વારા બાળકી ઉપર હુમલો કરવાની ઘટના પછી 13 મેના રોજ આ પેટડોગને દાણીલીમડા ખાતે આવેલા ડોગ રેસ્કયુ વેલ્ફેર સેન્ટર ખાતે ખસેડાયો હતો.

- Advertisement -

19 મેના રોજ આ ડોગને ટીક ફીવર હોવાનુ સી.એન.સી.ડી.વિભાગના ધ્યાનમાં આવતા તેને બોડકદેવ વિસ્તારમાં આવેલી paws universe વેટરનરી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો હતો.આ પેટ ડોગના કરવામા આવેલા તબીબી પરિક્ષણમાં બેસીયોસીસ નામનો બ્લડ પ્રોટોઝુઆથી થતો જીવલેણ રોગ થયો હોવાનુ નિદાન કરાયુ હતુ.આ ડોગની સાર સંભાળનો રુપિયા 25 હજારનો ખર્ચ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભોગવવામાં આવશે.

Share This Article