Ahmedabad News: અમદાવાદમાં બાંગ્લાદેશી ઘૂસણખોરીનો પર્દાફાશ, બોગસ ડોક્યુમેન્ટ વિઝા એજન્ટ ઝડપાયો!

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Ahmedabad News: અમદાવાદ શહેરમાં આવેલા ચંડોળા તળાવ અને આસપાસના વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ કરીને બાંગ્લાદેશીઓને મકાન ભાડે આપીને મોટાપાયે કાળો કારોબાર કરનાર લલ્લા બિહારીની ધરપકડ થઈ ચૂકી છે. જ્યારે ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને ઝડપીને ડીપોર્ટ કરી દેવાયા છે. ત્યારે હવે ATSની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે.

ચંડોળા તળાવ આસપાસ રહેતા બાંગ્લાદેશીઓએ બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા હતા તે બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદ પઠાણ સહિતના કોંગ્રેસના કોર્પોરેટરના લેટરપેડનો ઉપયોગ કરાયો હોવાનું ખૂલ્યું છે. હાલ, એટીએસએ આ મામલે અમદાવાદથી રાણા સરકાર ઉર્ફ મોહમ્મદ દીદાર આલમ નામના બાંગ્લાદેશી અને બોગસ ડોક્યુમેન્ટ બેેનાવનારા એક એજન્ટની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -

બાંગ્લાદેશીની પૂછપરછમાં સામે આવ્યું કે તેણે કોંગ્રેસના કોર્પોરેટરના લેટરપેડ ઉપર નકલી ડોક્યુમેન્ટ બનાવ્યા હતા. આરોપીની દુકાનમાંથી પણ 13 જેટલા બાંગ્લાદેશોના નકલી ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. બાંગ્લાદેશી નારોલમાં રહેતો હતો.આરોપી તેના મકાનની નીચે વીઆઈપી મોબાઇલ એન્ડ મની ટ્રાન્સફર નામની દુકાન ચલાવે છે.તેણે પોતાના ખોટા આઇડી પ્રુફ બનાવી ભારતીય પાસપોર્ટ કઢાવ્યો હતો. રાણા સરકારે અને રોબ્યુલ સ્લામનાએ નારોલ મણિયાર પેટ્રોલ પંપ સામે આવેલ અલકુરેશ એન્ટરપ્રાઇઝના સોહેબ કુરેશી સાથે મળીને બીજા બાંગ્લાદેશી અને અન્ય લોકોના પણ આધારકાર્ડ,પાનકાર્ડ,ઇલેક્શન કાર્ડ સહિતના ખોટા દસ્તાવેજો બનાવી પાસપોર્ટ કઢાવી આપ્યા હતા.

સમગ્ર મામલે શહેજાદ ખાન પઠાણની પણ સંડોવણી સામે આવી છે. આરોપીઓએ સ્થાનિક કોર્પોરેટરના લેટરપેડ ઉપર નકલી ડોક્યુમેન્ટ બનાવ્યા હતા. આરોપીઓએ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ, કોર્પોરેટર ગીતા સોલંકી અને પૂર્વ કોર્પોરેટર કમરૂદ્દીનના લેટરપેડ ઉપર નકલી ડોક્યુમેન્ટ બનાવ્યા હતા.

- Advertisement -
Share This Article