GCAS UG Admission Crisis: GCAS પોર્ટલ પર યુજી એડમિશન: 5.50 લાખથી વધુ બેઠકો, પણ 2.14 લાખ વિદ્યાર્થીને જ પ્રવેશ. 4.80 લાખે ફોર્મ ભર્યા, 5.47 લાખે રજિસ્ટ્રેશન કરાવ્યું. ગુજરાત યુનિવર્સિટીમાં 64 હજાર બેઠક સામે 24 હજાર પ્રવેશ. 1લી જુલાઈથી નવું સત્ર શરૂ, પણ 50% બેઠક ખાલી. પાંચમો રાઉન્ડ કરવો કે નહીં?
GCAS નો હિસાબ: ફોર્મ ભર્યા, ફી ભરી, પણ કોલેજ ન ગયા
ગુજરાત સરકારના GCAS પોર્ટલ આધારીત કોમન પ્રવેશ પ્રક્રિયામાં હાલ યુજી કોર્સીસ માટે ચોથો રાઉન્ડ ચાલી રહ્યો છે.
અને આવતીકાલે 28મીએ ચોથા રાઉન્ડ અંતર્ગત મળેલ પ્રવેશને કોલેજમાં જઈને કન્ફર્મ કરવાનો છેલ્લો દિવસ છે.
આંકડા ચોંકાવનારા છે:
1. 6.10 લાખથી વધુ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
2. પરંતુ જેમાંથી 5.47 લાખથી વધુ વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન ફી ભરી છે.
3. જ્યારે 5.04 લાખથી વધુ વિદ્યાર્થીઓ કોલેજ-કોર્સ પસંદગી કરી હતી.
4. પરંતુ તમામ વિગતો-ચોઈસ ભરીને અને ફી ભરીને ફાઈનલ ફોર્મ સબમીટ કરનારા 4.81 લાખથી વધુ વિદ્યાર્થીઓ છે.
5. જેમાંથી 2.14 લાખથી વધુ વિદ્યાર્થીઓના પ્રવેશ થઈ ચુક્યા છે.
એટલે 5.50 લાખથી વધુ બેઠકો સામે અઢી લાખ પણ પ્રવેશ નહીં થાય.50 ટકા પણ પ્રવેશ ન થયા હોઈ સરકાર અને સરકારી યુનિ.ઓ મુંઝાઈ છે.
ગુજરાત યુનિવર્સિટીની હાલત: 64 હજાર બેઠક, 24 હજાર પ્રવેશ
ગુજરાત યુનિ.માં 25 હજાર પ્રવેશ પણ હજુ થયા નથી.
ગુજરાત યુનિ.માં આ વર્ષે યુજીના રેગ્યુલર અને ઈન્ટિગ્રેટેડ કોર્સની કુલ મળીને 64 હજારથી વધુ બેઠકો છે.
આજ સાંજ સુધીમાં 24 હજારથી વધુ પ્રવેશ થઈ ચુક્યા છે. પરંતુ 50 ટકા બેઠકોમાં પણ પ્રવેશ થયા નથી.
ઘણી કોલેજોમાં 50 ટકાથી વધુ બેઠકો ખાલી છે.
બીજી બાજુ હવે 1લી જુલાઈથી તો નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યુ છે.સત્ર શરૂ થશે પણ વર્ગખંડ ખાલી હશે.
પ્રવેશ કેમ નથી થતા? 4 મોટા કારણ
1. ખાનગી યુનિ. તરફ દોટ: GCASમાં રજિસ્ટ્રેશન કરનારા અનેક વિદ્યાર્થીઓએ ખાનગી યુનિ.માં પ્રવેશ લઈ લીધો છે.સરકારી કોલેજ કરતાં ખાનગી યુનિ.માં પ્લેસમેન્ટ સારું મળે છે.
2. ચોઈસ જ ન આપી: હજારો વિદ્યાર્થીઓએ માત્ર રજિસ્ટ્રેશન ફી ભરી હતી પરંતુ કોલેજ ચોઈસ જ આપી નથી. ફોર્મ ભર્યું પણ ક્યાં જવું એ નક્કી જ ન કર્યું.
3. ફાઈનલ ફોર્મ ન ભર્યું: 5.47 લાખે ફી ભરી, પણ 4.81 લાખે જ ફાઈનલ ફોર્મ સબમીટ કર્યું. 66 હજાર વિદ્યાર્થી વચ્ચેથી જ નીકળી ગયા.
4. પૂરક પરીક્ષા: પૂરક પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓ માટે પણ એક રાઉન્ડ કરવામા આવનાર છે. પરંતુ પૂરકનું પરિણામ 10 જુલાઈ આસપાસ આવનાર છે. એટલે એ લોકો હજુ રાહ જોઈ રહ્યા છે.
સરકારની મૂંઝવણ: પાંચમો રાઉન્ડ કરવો કે કોલેજોને છૂટ આપવી?
હવે પાંચમો સ્પેશ્યલ રાઉન્ડ કરવો કે નહીં તે મુદ્દે આવતીકાલે સરકાર દ્વારા યુનિ.ઓ સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવાશે.
જો કે ઓછા પ્રવેશને લઈને પાંચમો અને વધારાનો રાઉન્ડ પૂરક ના પરિણામ પહેલા કરવામા આવે તેવી પુરી શક્યતા છે.
એવી પણ ચર્ચા છે કે હવે કોલેજોને પોતાની રીતે પ્રવેશની છૂટ આપી દેવામા આવે.
ત્રણ રાઉન્ડ બાદ કોલેજોને બેઠકો કરતા વધુ પ્રવેશની ઓફર આપવાની છૂટ અપાતા પ્રવેશ વધ્યા છે.
15 યુનિ. જોડાઈ, પણ બેઠક ભરાઈ નહીં
ગુજરાતની 15 સરકારી યુનિ.ઓ માટે શરૂ કરાયેલા GCAS પોર્ટલમાં આ વર્ષે 16 ખાનગી યુનિ.ઓ પણ જોડાઈ હતી.
પોતાની બેઠકો ભરાય તે માટે ઘણી ખાનગી યુનિ.ઓ જોડાઈ તો ખરા પરંતુ GCASમાં જોઈએ તેટલા પ્રવેશ થયા નથી.
GCASમાં હાલ બીએ, બીકોમ, બીબીએ, બીસીએ અને ઈન્ટિગ્રેટેડ કોર્સ મળીને યુજી પ્રોગ્રામ્સમાં ચાર રાઉન્ડ પુરા થવાના આરે છે.
તારણ: બેઠક છે, વિદ્યાર્થી નથી
1. 5.50 લાખ બેઠક, 2.14 લાખ પ્રવેશ= 60% બેઠક ખાલી.
2. ગુજરાત યુનિ: 64 હજારમાં 24 હજાર* = 62% ખાલી.
3. 1લી જુલાઈથી સત્ર શરૂ પણ વર્ગો ખાલી રહેશે.
4. પાંચમો રાઉન્ડ કે કોલેજોને છૂટ સરકાર આવતીકાલે નિર્ણય લેશે.
5. ખાનગી યુનિ.માં ભાગમભાગ – સરકારી કોલેજો
તમારા બાળકને એડમિશન મળ્યું? કઈ કોલેજમાં? કોમેન્ટ કરો.
(GCAS 4 રાઉન્ડ બાદ 50 ટકા બેઠક ખાલી, 5.50 લાખ બેઠક 2.14 લાખ પ્રવેશ, ગુજરાત યુનિવર્સિટી 64 હજાર બેઠક 24 હજાર પ્રવેશ, 1 જુલાઈ નવું સત્ર બેઠક ખાલી, પાંચમો રાઉન્ડ થશે કે નહીં, ખાનગી યુનિ પ્રવેશ GCAS, 4.81 લાખ ફાઈનલ ફોર્મ 2.14 લાખ પ્રવેશ, પૂરક પરીક્ષા પરિણામ 10 જુલાઈ)

