Harsh Sanghavi Japan: ઓસાકામાં ‘ઇન્વેસ્ટ ઇન ગુજરાત’ બેઠક યોજાઈ, ગુજરાત-જાપાન વચ્ચે રોકાણ અને વ્યૂહાત્મક ભાગીદારી પર ચર્ચા

Arati Parmar
3 Min Read

જાપાનમાં હર્ષ સંઘવીએ જાપાની ઉદ્યોગપતિઓને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં જોડાવા આમંત્રણ આપ્યું

Harsh Sanghavi Japan: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આમંત્રણ આપવા જાપાન પહોંચેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઓસાકામાં જાપાનના ઉદ્યોગપતિઓ અને રોકાણકારો સાથે ઉચ્ચ સ્તરીય ‘ઇન્વેસ્ટ ઇન ગુજરાત’ રાઉન્ડ ટેબલ બેઠક યોજી.

આ બેઠકમાં ગુજરાત અને જાપાન વચ્ચેના આર્થિક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા તેમજ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા થઈ. સંઘવીએ જાપાની ઉદ્યોગસાહસિકોને વાઇબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેવા આમંત્રણ પણ આપ્યું.

- Advertisement -

જાપાન ઊગતા સૂર્યનો દેશ અને ગુજરાત ઊભરતી તકોની ભૂમિ: સંઘવી

ઓસાકામાં યોજાયેલી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં વૈશ્વિક જગતના ઉદ્યોગસાહસિકોને સંબોધિત કરતાં નાયબ મુખ્યમંત્રીએ મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ ગુજરાત તરફથી સૌનું હાર્દિક સ્વાગત કર્યું. સંઘવીએ કહ્યું કે જાપાન ઊગતા સૂર્યનો દેશ છે અને ગુજરાત ઊભરતી તકોની ભૂમિ છે.

ભારત અને જાપાન વચ્ચે માત્ર વેપારી સંબંધો જ નથી, પરંતુ બંને દેશો પરસ્પર વિશ્વાસ, સન્માન અને મૂલ્યોની સાથે સહિયારી સંસ્કૃતિ પણ ધરાવે છે.

- Advertisement -

ગુજરાત-જાપાન વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી અને રોકાણ અંગે ચર્ચા

ગુજરાતની આર્થિક ક્ષમતા અને ઔદ્યોગિક ગતિશીલતાના આંકડા રજૂ કરતાં સંઘવીએ કહ્યું કે દેશની માત્ર 5 ટકા વસ્તી ધરાવતું ગુજરાત ભારતના જીડીપીમાં 8 ટકા યોગદાન આપે છે. દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 18 ટકા છે, જ્યારે ભારતની કુલ નિકાસનો લગભગ એક તૃતીયાંશ (1/3) હિસ્સો એકલા ગુજરાતમાંથી થાય છે.

આ ઉપરાંત, ભારતના કુલ કાર્ગો હેન્ડલિંગનો 40 ટકા હિસ્સો ગુજરાતનાં બંદરો દ્વારા સંચાલિત થાય છે. રાજ્યમાં આશરે 65 ટકા ઊર્જા નવીનીકરણીય ઊર્જા સ્રોતોમાંથી મેળવવામાં આવે છે.

- Advertisement -

સંઘવીએ જણાવ્યું કે ગુજરાત એટલે ‘સ્પીડ, સ્કેલ અને સ્ટેબિલિટી’. ગુજરાતમાં નિર્ણયો ઝડપથી લેવામાં આવે છે અને નીતિઓ અત્યંત પારદર્શક તથા સ્પષ્ટ છે.

‘ગુજરાત સમગ્ર ભારતનું પ્રવેશદ્વાર, ભારત વિશ્વ માટે પ્રવેશદ્વાર’

ગુજરાત સમગ્ર ભારતનું પ્રવેશદ્વાર છે અને ભારત વિશ્વ માટે પ્રવેશદ્વાર છે. જાપાન અને ગુજરાત વચ્ચેના સંબંધોની ચર્ચા કરતાં સંઘવીએ જાપાની ઉદ્યોગસાહસિકોને યાદ અપાવ્યું કે ગુજરાતમાં સુઝુકીના પ્લાન્ટ, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને જાપાની ઔદ્યોગિક પાર્ક દર્શાવે છે કે જાપાનીઓ ગુજરાતમાં પહેલેથી જ ઘર જેવું વાતાવરણ અનુભવે છે.

સંઘવીએ કહ્યું કે ગુજરાત આજે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ (EV) અને ઇલેક્ટ્રોનિક્સ જેવા ભવિષ્યના અદ્યતન ક્ષેત્રોનું કેન્દ્ર બની રહ્યું છે. જાપાન પાસે અદ્યતન ટેક્નોલોજી છે અને ગુજરાત પાસે ઉત્કૃષ્ટ પ્રતિભા છે. બંનેની શક્તિઓ મળીને વૈશ્વિક સ્તરે નેતૃત્વ પૂરું પાડી શકે છે.

ઓસાકામાં 11 વન-ટુ-વન બેઠકો

નાયબ મુખ્યમંત્રીએ જાપાનના રોકાણકારોને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં આવવાનું આમંત્રણ આપતાં ‘આવો, જુઓ, રોકાણ કરો અને અમારી સાથે વિકાસ કરો’નું આહ્વાન કર્યું. નાયબ મુખ્યમંત્રીએ ઉચ્ચ સ્તરીય રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની સાથે અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે 11 મહત્ત્વપૂર્ણ વન-ટુ-વન બેઠકો યોજી. આ બેઠકોમાં ગુજરાતમાં મોટા પાયે રોકાણ લાવવા અને ઔદ્યોગિક સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા થઈ.

Share This Article