IASTransfers : “ગુજરાતમાં મોટા ફેરફારો: તુષાર સુમેરા રાજકોટના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત”

Arati Parmar
1 Min Read

ગાંધીનગર, બુધવાર
IASTransfers : ગુજરાતમાં તાજેતરમાં 3 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ બદલાવ મુજબ, રાજકોટના નવા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા બન્યા છે. જ્યારે ભરૂચ કલેક્ટર તરીકે ગૌરાંગ મકવાણાની નિયુક્તિ કરવામાં આવી છે. આ સાથે જ ડી. પી. દેસાઈને કે જેઓ રાજકોટના મ્યુનિસિપલ કમિશનર હતા તેમને GUDA-AUDAની જવાબદારી સોંપવામાં આવી છે.

ડી.પી. દેસાઈને GUDA-AUDAની જવાબદારી સોંપાઈ
રાજકોટના મ્યુનિસિપલ કમિશનર ડી.પી. દેસાઈને હવે GUDA અને AUDAના સીઈઓ તરીકે નવી જવાબદારી આપવામાં આવી છે. ડી.પી. દેસાઈને તાજેતરમાં રાજકોટમાં મનપા કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ રાજીનામું આપ્યા પછી તેમણે કોઈને ચાર્જ સોપ્યા વગર તર્કવિતર્કો સર્જી દીધા હતા.

- Advertisement -

ગૌરાંગ મકવાણા ભરૂચના નવા કલેક્ટર
ભરૂચમાં તુષાર સુમેરાની જગ્યાએ હવે ગૌરાંગ મકવાણાને કલેક્ટર તરીકે નિમણૂક આપવામાં આવી છે. ગુજરાત કેડરના આ 2012 બેચના IAS અધિકારીએ રાજકોટ મનપાની નવી જવાબદારી ટૂંક સમયમાં સંભાળવાના છે.

આ બદલાવ સાથે રાજ્યમાં મહત્વપૂર્ણ પ્રશાસનિક જવાબદારીઓનું પુનર્નિયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
Share This Article