Nitin Nabin Sabarmati Riverfront Visit: પૂર્વોત્તર રાજ્ય અસમના પ્રવાસ બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન શનિવારે અમદાવાદ પહોંચ્યા હતા. અસમમાં ચાના બગીચાઓની મુલાકાત લીધા પછી, ગુજરાતમાં તેમણે સાબરમતી રિવરફ્રન્ટ પર લટાર મારી હતી. પ્રદેશ ભાજપના નેતાઓ સાથે તેમણે ગુજરાત મોડલના પ્રતીક સમાન રિવરફ્રન્ટ પર લાંબો સમય વિતાવ્યો હતો. આ દરમિયાન તેમણે પહેલા અટલ બ્રિજની સુંદરતાને નિહાળી હતી અને ત્યારબાદ બ્રિજ પર વોક કરી ત્યાં જ ચાની મજા માણી હતી. આ અનોખા પેડેસ્ટ્રિયન બ્રિજનું નિર્માણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે.
સંકલ્પથી સિદ્ધિનું પ્રતીક એટલે સાબરમતી રિવરફ્રન્ટ…
માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી @NitinNabin જીએ તેમના ગુજરાત પ્રવાસના બીજા દિવસે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP સાથે મોર્નિંગ વૉક કરી.
આ અવસરે આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીએ યુવાનો સાથે ચાની… pic.twitter.com/wUlaHZZXkp
— BJP Gujarat (@BJP4Gujarat) February 21, 2026
નીતિન નવીનનો નવો અવતાર
ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ બનેલા નીતિન નવીનનો રિવરફ્રન્ટ પર એક અલગ જ અંદાજ જોવા મળ્યો હતો. તેઓ શુક્રવારે બપોરે ગુજરાત પહોંચ્યા હતા અને ૨૨ ફેબ્રુઆરીએ ‘મન કી બાત’ કાર્યક્રમ સાંભળ્યા બાદ દિલ્હી પરત ફરશે. સાબરમતી રિવરફ્રન્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે, જેને બીજા તબક્કામાં ગિફ્ટ સિટી અને છેક ગાંધીનગર સુધી લંબાવવાનું આયોજન છે. મોર્નિંગ વોક દરમિયાન ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સ્થાનિક ધારાસભ્ય અમિત શાહ પણ તેમની સાથે રહ્યા હતા. રિવરફ્રન્ટની મુલાકાત બાદ તેઓ નગરદેવી માં ભદ્રકાલીના મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા.
आज गांधीनगर में बीएपीएस (BAPS) स्वामीनारायण संस्था के परम पूज्य महंत स्वामी जी महाराज से भेंट कर उनका आशीर्वाद प्राप्त करने का सौभाग्य मिला।
આજે ગાંધીનગરમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના પરમ પૂજ્ય મહંત સ્વામીજી મહારાજ સાથે મુલાકાત કરીને તેમનો આશીર્વાદ મેળવવાનો સૌભાગ્ય મળ્યો. pic.twitter.com/0rpm9KuGEN
— Nitin Nabin (@NitinNabin) February 20, 2026
સંકલ્પથી સિદ્ધિનું પ્રતીક
નીતિન નવીનના રિવરફ્રન્ટ પ્રવાસ બાદ ભાજપ ગુજરાતે તસવીરો શેર કરી લખ્યું કે, સાબરમતી રિવરફ્રન્ટ ‘સંકલ્પથી સિદ્ધિ’નું પ્રતીક છે. આ મુલાકાત દરમિયાન નીતિન નવીને યુવાનો સાથે ચા પીતા પીતા ચર્ચા પણ કરી હતી. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, “અમે એ પાર્ટીના લોકો છીએ જ્યાં ‘નેશન ફર્સ્ટ-પાર્ટી નેક્સ્ટ’ કહેવામાં આવે છે. ગુજરાતીઓ પણ હંમેશા માને છે કે રાષ્ટ્ર પહેલા અને પછી બિઝનેસ.” ઉલ્લેખનીય છે કે, ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે તેમણે બીએપીએસ સંસ્થાના પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ પણ લીધા હતા.

