Operation Sindoor controversy : ઓપરેશન સિંદૂર પર ટિપ્પણી કોંગ્રેસ નેતા માટે બની મુસીબત, સીઆઇડી સાયબર સેલે કરી ધરપકડ

Arati Parmar
1 Min Read

Operation Sindoor controversy : ઓપરેશન સિંદૂર અંગે ફેસબુક પર વાંધાજનક કોમેન્ટ કરવાના મામલે સીઆઇડી ક્રાઇમના સાયબર સેલ દ્વારા કોંગ્રેસના મહામંત્રી રાજેશ સોની વિરૂદ્ધ ગુનો નોંધીને ધરપકડ કરીને કાર્યવાહી કરવામાં આવી છે. રાજેશ સોનીએ સોશિયલ મિડીયા પર પોસ્ટ મુકી હતી કે ઓપરેશન સિંદૂરમાં રાફેલનો ખર્ચ નથી થયો તેના કરતા ડબલ ખર્ચ પબ્લીસીટીમાં કરવામાં આવશે. આ ઉપરાંત, પ્રધાનમંત્રી અંગે કોમેન્ટ કરવામાં આવી હતી.

રાફેલના ખર્ચ કરતા બમણો પ્રચાર ખર્ચ કરવામાં આવશે તેવી ફેસબુક પર કોમેન્ટ કરી હતી

- Advertisement -

ગુજરાત કોંગ્રેસના મહામંત્રી રાજેશ સોની વિરૂદ્ધ ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના સાયબર સેલ દ્વારા ગુનો નોંધાયો છે કે તેમણે તેમના ફેસબુક પર ઓપરેશન સિંદૂર અંગે પોસ્ટ મુકી હતી કે રાફેલનો ખર્ચ થયો તેના કરતા ડબલ ખર્ચ ફોટો અને પબ્લીસીટી માટે કરવામાં આવશે. ઓપરેશન સિંદૂરનો શ્રેય સૈનિકોને મળશે નહી. તેમજ અન્ય એક પોસ્ટમાં પ્રધાનમંત્રી અંગે પણ ટીપ્પણી કરી હતી.

આ બાબતે સીઆઇડી ક્રાઇમ સાયબર સેલના પીએસઆઇ અજય સ્વામીએ ફરિયાદ નોંધાવી હતી કે રાજેશ સોનીએ સેના મનોબળને તોડે તેવી પોસ્ટ મુકી છે. જેના આધારે કાર્યવાહી કરીને રાજેશ સોનીની ધરપકડ કરીને કાર્યવાહી કરી હતી. આ અંગે કોંગ્રેસે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે પોલીસ સાાનો દુરઉપયોગ કરી રહી છે. રાજેશ સોનીએ સેનાને શ્રેય મળવો જોઇએ તેવો મુદ્દો ઉઠાવ્યો હતો. જેથી આ ફરિયાદ રાજકીય ઇશારે નોંધવામાં આવી છે.

- Advertisement -
Share This Article