શ્રી આરાસુરી અંબા માતા દેવસ્થાન ટ્રસ્ટ ના બંધારણ મા પણ નિયમ બનાવેલો છે કે દર વર્ષ ઓડિટ રિપોર્ટ મંદિર ની કચેરી એ લોકો જોઈ શકે એ રીતે જાહેર કરવો અને લોકલ દૈનિક પેપર મા ટ્રસ્ટ ના ખર્ચ જાહેરાત આપી ઓડિટ રિપોર્ટ જાહેર કરવા નો રહેશે.
શ્રી આરાસુરી અંબા માતા દેવસ્થાન ટ્રસ્ટ અંદાજિત દર વર્ષ 60 કરોડ થી વધારે આવક ધરાવતું ગુજરાત નુ મોખરા નુ યાત્રાધામ છે. સુમાહિતગાર સૂત્રો થી જાણવા મળ્યું છે કે અંબા માતા દેવસ્થાન ટ્રસ્ટ ના ઓડિટ થયેલા રિપોર્ટ મા અત્યાર સુધી 1200 જેટલા ઓડિટ પેરા નો ઉકેલ આવ્યો નથી અને આટલા વિશાલ પ્રમાણ મા આ ઓડિટ મા બતાવવા મા આવેલી ખામીઓ શા માટે હજુ સુધી ઉકેલ આવ્યો નથી.
આ ટ્રસ્ટ લોકો અને ભક્તો ના સોં ટકા દાન થકી ચાલતું ટ્રસ્ટ છે તો આ બાબત મા આ ટ્રસ્ટ ના ટ્રસ્ટ્રી કે જે તમામ સરકારી અધિકારીઓ છે. આ બાબત ઓડિટ પેરા શા માટે ઉકેલ આવ્યો નથી એ લોકો સમક્ષ જાહેર કરવા જોઈયે.
આ ઓડિટ પેરામા સામાન્ય ખામીઓ છે કે પછી ગંભીર ખામીઓ છે એ માટે આ પેરા નો ઉકેલ આવ્યો નથી. આ ખામીઓ માટે કયો વિભાગ ક્યા અધિકારીઓ જવાબદાર છે એ પણ જાહેર કરવું જોઈયે.
લોકો અને ભક્તોમા શંકા કુશંકા ના ઉભી થાય એ માટે બંધારણમા કરવા આવેલ જોગવાઈ મુજબ ટ્રસ્ટ એ ઓડિટ રિપોર્ટ જાહેર કરવો જોઈએ એ પ્રજા હિત મા હશે.

