સુરતઃ ઉકાઈ ડેમમાંથી તાપીમાં 1.25 લાખ ક્યુસેક પાણી છોડાયું, નીચાણવાળા વિસ્તારોનું મોનિટરિંગ

Reena Brahmbhatt
2 Min Read

ઉકાઈ ડેમની જળસપાટી 335 ફૂટ, ભય સપાટી 345 ફૂટ

સુરત શહેર જિલ્લા ઉપરાંત મહારાષ્ટ્રમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી પડી રહેલા વરસાદને કારણે ઉકાઈ ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવકમાં સતત વધારો જોવા મળ્યો હતો. ઉકાઈ ડેમનું લેવલ 335 ફૂટ જાળવવા સિંચાઈ વિભાગે શનિવાર બપોરથી તબક્કાવાર ઉકાઈ ડેમમાંથી 1.25 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવાનો નિર્ણય લીધો છે.

- Advertisement -

dam sardar sarovar

આ સંદર્ભે ડિઝાસ્ટર વિભાગે સુરત મહાનગરપાલિકા અને કલેક્ટર કચેરીને સુરતના પૂરગ્રસ્ત વિસ્તારો પર સતત નજર રાખવા સૂચના આપી છે. ફ્લડ સેલ સુરત દ્વારા બપોરે 2 કલાકે 75 હજાર ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સાંજે 4 કલાકે 1 લાખ 25 હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું હતું. સાંજે 6 કલાકે ઉકાઈ ડેમમાંથી 1.23 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.

- Advertisement -

આ વરસાદી સિઝનમાં પ્રથમ વખત ઉકાઈ ડેમમાંથી એક લાખ ક્યુસેકથી વધુ પાણી તાપી નદીમાં છોડવાનો નિર્ણય લેવાયો છે. ઉકાઈ ડેમની ડેન્જર લેવલ 345 ફૂટ છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં તાપી નદીના કેચમેન્ટ એરિયામાં વરસાદને ધ્યાનમાં રાખીને સિંચાઈ વિભાગે ઉકાઈ ડેમમાં જેટલું પાણી ઉત્પન્ન થઈ રહ્યું છે તેટલું જ તાપી નદીમાં છોડવાનો નિર્ણય લીધો છે.

ઉકાઈ ડેમમાંથી હાલ 1.25 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સુરત શહેરમાં તાપી નદીની વહન ક્ષમતા 2.5 લાખ ક્યુસેક છે. તેના કરતા વધુ પાણી છોડવાથી તાપી નદીના પૂરના દરવાજા બંધ થઈ જાય છે. હાલમાં ચિંતાનું કોઈ કારણ નથી. તાપી નદી બે કાંઠે પુષ્કળ પ્રમાણમાં વહી રહી છે.

- Advertisement -
Share This Article