શોધખોળ બાદ, NDRF ટીમે મૃતદેહ બહાર કાઢ્યો
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કનોડા ગામ નજીક મહિસાગર નદીના કિનારે બાઇક પાર્ક કરીને નદીમાં કૂદી પડેલા એક સગીર દંપતીના મૃતદેહ ત્રણ દિવસ પછી NDRF ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, સગીર પ્રેમી યુગલે ગયા શનિવારે નદીમાં કૂદીને આત્મહત્યા કરી હતી. પાણીના ભારે પ્રવાહમાં વહી ગયેલા ગુમ થયેલા છોકરા અને છોકરીનો કોઈ પત્તો ન લાગતાં NDRFની પણ મદદ લેવામાં આવી હતી. નજીકના ગામમાં રહેતા અને એક જ શાળામાં અભ્યાસ કરતા બે પ્રેમીઓ, એક છોકરો અને એક છોકરીએ મહી નદીમાં કૂદી પડવાની ઘટના વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. ઘટનાના ત્રીજા દિવસે સોમવારે બપોરે NDRF ટીમ દ્વારા સગીર પ્રેમીઓના મૃતદેહ મળી આવ્યા હતા.
આત્મહત્યા કરનારા સગીર પ્રેમીઓની ઓળખ સાવલી તાલુકાના નાનીસરા ગામના રહેવાસી વિવેક સોમાભાઈ ભોઈ અને દેવલિયાપુરા ગામના રહેવાસી જયુબેન લાલજીભાઈ ગોહિલ તરીકે થઈ છે. બંનેના મૃતદેહ બે દિવસ પછી મળી આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, છોકરો વાંકાનેરમાં ધોરણ ૧૨માં અભ્યાસ કરતો હતો અને છોકરી ધોરણ ૧૦માં અભ્યાસ કરતી હતી.