આદુ લસણની પેસ્ટને મહિનાઓ સુધી ફ્રેશ રાખવાનો ઉપાય

Reena Brahmbhatt
1 Min Read

આદુ-લસણની પેસ્ટ આ રીતે કરશો સ્ટોર તો 6 મહિના સુધી રહેશે ફ્રેશ, રસોઈ કરતી વખતે બચશે સમય
લગભગ દરેક વાનગીમાં રોજ આદુ-લસણની પેસ્ટનો ઉપયોગ થાય છે. રસોઈ કરતી વખતે આદુ અને લસણની પેસ્ટ બનાવવામાં સમય ઘણો જાય છે. જો આ સમય બચાવવો હોય તો તમે રજાના દિવસે એકવાર આદુ-લસણની પેસ્ટ બનાવી સ્ટોરી કરી શકો છો.

આ પેસ્ટને સ્ટોર કરતી વખતે કેટલીક સરળ ટીપ્સનું ધ્યાન રાખશો તો આદુ-લસણની પેસ્ટ ઝડપથી ખરાબ નહીં થાય, તેમાંથી વાસ પણ નહીં આવે અને તમે 6 મહિના સુધી પેસ્ટને ચિંતા વિના યુઝ કરી શકશો. જ્યારે પણ તમે યુઝ કરશે આદુ-લસણ ફ્રેશ હોય તેવી જ સ્મેલ આવશે.
garlics

- Advertisement -

આદુ લસણની પેસ્ટને મહિનાઓ સુધી ફ્રેશ રાખવી હોય અને સ્ટોર કરવી હોય તો આદુ-લસણની બારીક પેસ્ટ બનાવીને પછી તેને આઇસ ટ્રેમાં ભરી અને ડીપ ફ્રીઝ કરી લો. પેસ્ટ જ્યારે બરફના ટુકડાની જેમ જામી જાય તો તેને પ્લાસ્ટિકની ઝીપ બેગમાં ભરીને ફ્રીઝરમાં જ સ્ટોર કરો અને જરૂર અનુસાર એક-એક ટુકડાને ઉપયોગમાં લો.

આદુ લસણની પેસ્ટ સ્ટોર કરવી હોય તો પ્લાસ્ટિકના ડબ્બાનો ઉપયોગ ન કરવો. હંમેશા કાચના એર ટાઈટ ડબ્બામાં ભરીને જ આદુ લસણની પેસ્ટને ફ્રિજમાં સ્ટોર કરો.

- Advertisement -
Share This Article