World Sickle cell awareness day: લગ્ન પહેલા સિકલ સેલ સ્ક્રીનિંગ, તમારા આવનારા સંતાનોના ઉજ્જવળ અને સ્વસ્થ ભવિષ્ય માટેનું મહત્ત્વનું પગલું
World Sickle cell awareness day દર વર્ષે ૧૯ જૂનના રોજ ઉજવવામાં આવે છે. અને આ દિવસને ગંભીર જેનેટિક બ્લડ ડિસઓર્ડર વિશે જાગૃત કરવા માટે ઉજવવામાં આવે છે. ભારતમાં સિકલ સેલ ડિસીઝ (Sickle Cell Disease) એક મહત્વપૂર્ણ સાર્વજનિક સ્વાસ્થ્ય પડકાર છે. કારણ કે સિકલ સેલ જેનેટિક બ્લડ ડિસઓર્ડરના કારણે હિમોગ્લોબિનને અસર કરે છે અને તે કારણોસર બ્લડ સેલ્સ સિકલ એટલે કે “સી” ના આકારમાં બનવા લાગે છે. આવી સ્થિતિ થવા પર બ્લડ ફ્લોમાં અવરોધ આવે છે, જેનાથી સ્ટ્રોક, આંખો સાથે જોડાયેલી સમસ્યા અને ઇન્ફેક્શન જેવી અન્ય ગંભીર મુશ્કેલીઓ થઈ શકે છે. તેથી હેલ્થ એક્સપર્ટ અને સ્ટડી અનુસાર લગ્ન પહેલા સિકલ સેલ સ્ક્રીનિંગ કરાવવું ભવિષ્યની પેઢીઓને આ બીમારીથી બચાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હોઈ શકે છે.
લગ્ન પહેલા સિકલ સેલ સ્ક્રીનિંગ શા માટે જરૂરી છે?
સિકલ સેલ એનિમિયા એક ઇનહેરિટેડ (વંશાનુગત) બીમારી છે, જે માતા-પિતાથી બાળકોમાં જીન દ્વારા પહોંચે છે. જો બંને માતા-પિતા સિકલ સેલની સમસ્યાથી પીડાતા હોય, તો તેમના બાળકમાં પણ સિકલ સેલનું જોખમ વધી જાય છે. ભારત સરકારે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોમાં આ વાતની ચર્ચા પણ કરી છે કે લગ્ન પહેલા સ્ક્રીનિંગ કરાવવાથી એ જાણી શકાય છે કે કોઈ વ્યક્તિ આ જીનનો વાહક છે કે નહીં.
સાયન્સ ડાયરેક્ટમાં પબ્લિશ્ડ સ્ટડી અનુસાર ભારતમાં વર્ષ ૨૦૦૦ થી ૨૦૨૩ સુધી સિકલ સેલ ટ્રેઈટનો દર લગભગ ૫.૯ ટકા હતો. ધ્યાન આપવા જેવી વાત એ છે કે વાહક વ્યક્તિ પોતે બીમાર દેખાતા નથી, પરંતુ આ જીન તેઓ પોતાની આગામી પેઢી સુધી પહોંચાડી શકે છે. કોઈ વ્યક્તિ સિકલ હિમોગ્લોબિન ઉત્પન્ન કરે છે કે નહીં, તે બ્લડ ટેસ્ટ અથવા જેનેટિક ટેસ્ટ દ્વારા જાણી શકાય છે અને આ માહિતી બાળકના ભવિષ્યને સુરક્ષિત બનાવી શકે છે. હવે આવા સમયે સવાલ એ થાય છે કે બંને કપલમાં સિકલ સેલની સમસ્યા હોય અથવા જો માત્ર એક પાર્ટનરમાં સમસ્યા હોય તો શું થશે? ચાલો તેને પણ સમજીએ.
બંને પાર્ટનર કે કોઈ એક સિકલ સેલ જીનના વાહક હોય તો શું થાય છે?
જો બંને પાર્ટનર સિકલ સેલ જીનના વાહક હોય, તો દરેક પ્રેગ્નન્સીમાં ૨૫ ટકા શક્યતા હોય છે કે બાળકને સંપૂર્ણ સિકલ સેલની બીમારી હોય, તો વળી ૫૦ ટકા શક્યતા હોઈ શકે છે કે બાળક વાહક હોય અને ૨૫ ટકા શક્યતા છે કે બાળક સંપૂર્ણ સ્વસ્થ હોય. આ જોખમ દરેક પ્રેગ્નન્સીમાં એક જેવું હોતું નથી. હવે જો તેને વધુ સરળ શબ્દોમાં સમજીએ તો CDC અનુસાર-
જો સિકલ સેલ જીનનો માત્ર એક વાહક હોય તો બાળકને આ બીમારી થશે નહીં.
હવે જો બંને પાર્ટનર સિકલ સેલ જીનના વાહક હોય તો દર ૪ બાળકોમાં ૧ ને બીમારીનું જોખમ હોઈ શકે છે. આ સૌથી સામાન્ય અને મહત્વપૂર્ણ સ્થિતિ છે જે લગ્ન પહેલા તપાસ દ્વારા જાણી શકાય છે.
જો એક સિકલ સેલ જીનનો વાહક હોય અને બીજો પેશન્ટ હોય, તો દર બીજું બાળક બીમાર હોઈ શકે છે. અને તેને સૌથી ગંભીર સ્થિતિ માનવામાં આવે છે.
તેથી લગ્ન પહેલા સ્ક્રીનિંગ કરાવવાની સલાહ આપવામાં આવે છે.
સ્ક્રીનિંગ ક્યારે અને ક્યાં કરાવવું જોઈએ?
યુરોપિયન જર્નલ ઓફ હ્યુમન જેનેટિક્સ અનુસાર કિશોરાવસ્થામાં જ તપાસ કરાવી લેવી જોઈએ, જેથી જ્યારે તેઓ કોઈ સાથીને મળે, તો શરૂઆતથી જ પોતાની જીનોટાઇપ સ્થિતિ શેર કરી શકે. સરકારી હોસ્પિટલો, કમ્યુનિટી હેલ્થ સેન્ટર અને પ્રાઇવેટ લેબમાં આ તપાસ સસ્તી અને સરળતાથી કરાવી શકાય છે.
હેલ્થ એક્સપર્ટ્સ અને રિસર્ચ અનુસાર સ્ક્રીનિંગ શા માટે લાભદાયી છે?
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ અનુસાર પ્રી-મેરિટલ જીનોટાઇપ સ્ક્રીનિંગ ન કરાવવાના નુકસાનમાં સિકલ સેલ ડિસીઝથી પીડાતા બાળકનો જન્મ, દામ્પત્ય જીવનમાં તણાવ અને બાળકની સારવાર પર ભારે આર્થિક બોજ સામેલ હોઈ શકે છે. સ્ક્રીનિંગથી કપલ્સને સાચી માહિતી મળી શકે છે, જેનાથી નિર્ણય સાચો લઈ શકાય છે. આધુનિક ટેકનિક જેવી કે પ્રી-ઇમ્પ્લાન્ટેશન જેનેટિક ડાયગ્નોસિસ (PGD) દ્વારા IVF દરમિયાન એમ્બ્રિયોની તપાસ કરી શકાય છે. આવું કરવાથી સિકલ સેલ જીનના વાહકમાં સ્વસ્થ બાળકની શક્યતા વધી જાય છે.
સિકલ સેલ સ્ક્રીનિંગ માત્ર એક બ્લડ ટેસ્ટ નથી, પરંતુ આ તમારા પરિવારના ભવિષ્યનો પાયો છે. અલગ-અલગ રિસર્ચ અનુસાર લગ્ન પહેલા જેનેટિક કાઉન્સિલિંગ લેવું જોઈએ. જાગરૂકતા અને સ્ક્રીનિંગથી આવનારી આગામી પેઢીને આ પીડાદાયક બીમારીથી બચાવવામાં મદદ મળી શકે છે.

