ઔષધીય ગુણોથી ભરપૂર કડવો લીમડો
Friday, 08 September 2023
ઔષધીય ગુણોથી ભરપૂર કડવો લીમડો
કડવો લીમડો ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે અને તે અનેક બીમારીઓમાં દવા જેવું કામ કરે છે. લીમડાના પાન ઉપરાંત તેના ફળ, તેનું તેલ, તેની છાલ બધી જ વસ્તુ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે સવારે ખાલી પેટ માત્ર બે લીમડાના પાન પણ ચાવીને ખાવ છો તો તેનાથી શરીર સ્વસ્થ રહે છે અને દવા ખાવાની જરૂર પણ પડતી નથી.
આયુર્વેદમાં એવા અનેક ઝાડ અને છોડ છે જેને ઔષધી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આવું જ એક ગુણકારી અને બહુ ઉપયોગી ઝાડ છે લીમડાનું. કડવો લીમડો ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે અને તે અનેક બીમારીઓમાં દવા જેવું કામ કરે છે. લીમડાના પાન ઉપરાંત તેના ફળ, તેનું તેલ, તેની છાલ બધી જ વસ્તુ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. લીમડાની આ વસ્તુઓનો ઉપયોગ કરીને શરીરની વિવિધ સમસ્યાઓને દૂર કરવાની દવાઓ પણ બને છે. આવી દવાઓ લેવાની બદલે જો તમે સવારે ખાલી પેટ માત્ર બે લીમડાના પાન પણ ચાવીને ખાવ છો તો તેનાથી શરીર સ્વસ્થ રહે છે અને દવા ખાવાની જરૂર પણ પડતી નથી.
લીમડાના પાન ચાવીને ખાવાથી થતા ફાયદા
લીવરનું સ્વાસ્થ્ય સુધરે છે
લીમડાના પાન ચાવીને ખાવાથી લીવર સારી રીતે કામ કરે છે. લીમડાના ગુણ લીવરને ઉત્તેજિત કરે છે અને શરીરના ટોક્સિનને બહાર કાઢે છે. લીમડાના પાન ચાવીને ખાવાથી શરીરમાં થતી બળતરા થી પણ મુક્તિ મળે છે.
ત્વચા માટે લાભકારી
લીમડાના પાનનો ઉપયોગ કરવાથી ત્વચા સંબંધિત ઇન્ફેક્શન પણ મટે છે. લીમડાના પાન એન્ટી ફંગલ અને એન્ટી બેકટેરિયલ ગુણોથી ભરપૂર હોય છે. તેનો ઉપયોગ કરવાથી ત્વચા સ્વસ્થ રહે છે.
ડાયાબિટીસ રહે છે કંટ્રોલમાં
જે લોકોને ડાયાબિટીસની સમસ્યા હોય તેમણે રોજ લીમડાના પાનનું સેવન કરવું જોઈએ. રોજ સવારે લીમડાના પાન ચાવીને ખાવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. નિયમિત તેનો ઉપયોગ કરવાથી ઇન્સ્યુલિનની જરૂરિયાત 50% સુધી ઘટાડી શકાય છે.
પાચન સુધરે છે
લીમડાના પાન પાચનશક્તિને સુધારે છે. જો તમે લીમડાના પાન ચાવીને ખાઈ શકતા નથી તો તમે તેનો રસ બનાવીને અથવા તો લીમડાનો અર્ક પણ લઈ શકો છો. માર્કેટમાં લીમડાની દવા પણ ઉપલબ્ધ હોય છે તેનો ઉપયોગ પણ ડોક્ટરની સલાહ અનુસાર કરી શકાય છે.