Global food waste report: વિશ્વમાં દર વર્ષે 1 ટ્રિલિયન ડોલરનો ખોરાક બગડે છે, UNEP રિપોર્ટમાં ભારત બીજે સ્થાને

Arati Parmar
10 Min Read

Global food waste report: ખોરાકનો બગાડ એક એવી સમસ્યા છે જે વ્યક્તિગત સ્તરથી લઈને વિશાળ ઔદ્યોગિક સ્તર સુધી પ્રસરી ગઈ છે. ‘સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ’ (UNEP – યુનાઈટેડ નેશન્સ એન્વાયરન્મેન્ટ પ્રોગ્રામ) ના અહેવાલ ‘ફૂડ વેસ્ટ રિપોર્ટ 2024’ મુજબ દર વર્ષે એક ટ્રિલિયન ડોલરથી પણ વધુ મૂલ્યના ખોરાકનો બગાડ થાય છે, અને લગભગ 78 કરોડથી વધુ લોકો ભૂખમરાની ચપેટમાં જીવન વિતાવે છે. આ સમસ્યા પાછળ અનેક કારણો રહેલાં છે, જેમાં આપણી ખરીદીની આદતો, ખોરાકનું અતિશય ઉત્પાદન, સખત માપદંડોનો અભાવ વગેરેનો સમાવેશ થાય છે. ખાદ્ય કચરો પર્યાવરણ, અર્થતંત્ર અને સમાજ— એ ત્રણેય પર ગંભીર અસર કરે છે.

પર્યાવરણને પ્રભાવિત કરતી વિકરાળ વૈશ્વિક સમસ્યા

- Advertisement -
Share This Article