ફાઈબરથી ભરપૂર જામફળ ખાવાથી ન ફક્ત પેટ સાફ થાય છે.
તેના સેવનથી ડાઈઝેશન સિસ્ટમ મજબૂત થાય છે.
જામફળ પેટ ઉપરાંત અન્ય કેટલીય બીમારીઓ માટે પણ લાભદાયી સાબિત થાય છે.
મેડિકલ ન્યૂઝ ટુડે અનુસાર, જામફળ પોષક તત્વોથી ભરપૂર હોય છે.
જામફળમાં પર્યાપ્ત માત્રામાં વિટામિન સી જોવા મળે છે.
તેના સેવનથી ઈમ્યૂનિટી બૂસ્ટ થાય છે.
તે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.
જામફળ ખાવાથી સામાન્ય ઈંફેક્શન અને બીમારીઓથી બચાવે છે.
જામફળ એક એવું ફળ છે, જે સફરજન કરતા પણ વધારે અસરકાર છે. જામફળ તો શરીર માટે ફાયદાકારક છે. પણ તેના પત્તા પણ કંઈ કમ નથી. જામફળના પત્તાને પાણીમાં ઉકાળીને પીવાથી પાચન સંબંધિત બીમારીઓમાં સુધારો આવે છે.
આ પાણી પાચન ક્રિયાને વ્યવસ્થિત બનાવે છે અને અપચાની સમસ્યાને ઘટાડે છે. જામફળના પત્તામાં પોટેશિયમ જોવા મળે છે. જેનું સેવન હ્દય માટે પણ ફાયદાકારક છે. આ પત્તાની પેસ્ટ સોજા, તાવ, માથાનો દુખાવો અને સાંધાના દુખાવામાં રાહત અપાવે છે.
જામફળના પત્તા સ્વાસ્થ્ય માટે લાભદાયી હોય છે. એવું માનવામાં આવે છે કે પોષણના મામલામાં જામફળથી પણ વધારે ફાયદાકારક હોય છે.
તમે સવારે ખાલી પેટ જામફળના પત્તાનું પાણી ઉકાળીને તેનું સેવન કરો, તેનાથી સ્વાસ્થ્યને ફાયદો મળશે. જામફળના પત્તામાં કેટલાય ઔષધિય ગુણ હોય છે. તે કેટલાય વિટામિન, મિનરલ, માઈક્રો અને મૈક્રોન્યૂટ્રિએંટ્સથી ભરપૂર હોય છે.
આ ઉપરાંત તેમાં બાયોએક્ટિવ નામનું કંપાઉંડસ પણ હોય છે. તે એન્ટીઓક્સિડેંટ, એન્ટી ઈંફ્લેમેટરી અને એન્ટી બેક્ટીરિયલ ગુણોથી ભરપૂર હોય છે. તેના પત્તા ચાવવાથી પાચન સારુ થાય છે. સાથે જ વેટ લોસ, કમ કોલેસ્ટ્રોલ લેવલ, શુગર કંટ્રોલ અને ગ્લોઈંગ સ્કિન માટે તે ફાયદાકારક છે.
જામફળના પત્તા લોહીની કમી પણ દૂર કરી શકશે. આ પત્તાની સાથે દહીં, મુલ્તાની માટી અને મધનો ફેસ માસ્ક ટ્રાઈ કરીને આપ ત્વચાને સરળતાથી સુંદર, બેદાગ અને નેચરલી ગ્લોઈંગ બનાવી શકશો.

