કોઈપણ શ્રદ્ધાળુને અસુવિધા ન થયા તે માટે પર્યટન હેલ્પલાઈન નંબર 18601801508 જારી કરાયો

newzcafe
By newzcafe 2 Min Read

દેશભરમાં જન્માષ્ટમીની શાનદાર ઉજવણી


દેશભરમાં જન્માષ્ટમીની શાનદાર ઉજવણી 


ભગવાન શ્રી કૃષ્ણના સ્વાગત માટે મથુરા-વૃંદાવન દુલ્હનની જેમ શણગારાયા, 80 લાખ ભક્તોના આગમનની શક્યતા


કોઈપણ શ્રદ્ધાળુને અસુવિધા ન થયા તે માટે પર્યટન હેલ્પલાઈન નંબર 18601801508 જારી કરાયો


મથુરા આવનાર એસી, સ્લીપર બસો, ટ્રેનોમાં રિઝર્વેશન ટિકિટો ઉપલબ્ધ નથી, બસો, વાહનોના ફેરામાં વધારો કરાયો


કૃષ્ણ ભગવાનના સ્વાગત માટે મથુરા-વૃંદાવન દુલ્હનની જેમ શણગારી દેવાયા છે. જન્મોત્સવના સાક્ષી બનવા માટે બુધવારથી જ અહીં શ્રદ્ધાળુઓની ભીડ વધી ગઈ છે. મથુરા-વૃંદાવનના મુખ્ય મંદિરોમાં 7 સપ્ટેમ્બરની મધ્યરાત્રિએ 12 વાગ્યે કાન્હાનો જન્મ થશે. મથુરામાં શ્રીકૃષ્ણના જન્મસ્થાને મુખ્ય આયોજન શરૂ થઈ ગયા છે. 


મથુરામાં સજ્જડ બંદોબસ્ત 


શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર ભીડને નિયંત્રિત કરવા માટે ટ્રાફિક પોલીસે ડાયવર્ઝન પ્લાન લાગુ કરી દીધો છે. મથુરા-વૃંદાવનને 6 સેક્ટર અને 33 ઝોનમાં વિભાજિત કરતાં મેજિસ્ટ્રેટ તહેનાત કરાયા છે. સુરક્ષા માટે પોલીસ ઉપરાંત પીએસી, આરએએફના જવાનોને તહેનાત કરાયા છે. 


વાહનવ્યવહારની કેવી છે વ્યવસ્થા?   


શ્રીકૃષ્ણ જન્મભૂમિ પર મુખ્ય આયોજન શરૂ થઈ ચૂક્યા છે. બીજી બાજુ મથુરા આવનાર એસી, સ્લીપર બસો, ટ્રેનોમાં રિઝર્વેશન ટિકિટો ઉપલબ્ધ નથી. રોડવેઝએ ભીડને ધ્યાનમાં રાખીને જુદા જુદા માર્ગો પર સંચાલિત આશરે 150 બસોના ફેરામાં વધારો કર્યો છે. 


80 લાખ ભક્તોના આગમનની સંભાવના 


ઈન્ટેલિજન્સ એજન્સીઓેએ આ વખતે 80 લાખ ભક્તોના આગમનની સંભાવના વ્યક્ત કરી હતી. તેને ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર ખડેપગે છે. વૃંદાવન, ગોવર્ધન, બરસાના, ગોકુલ સ્થિત તમામ ગેસ્ટહાઉસ, આશ્રમ, હોટેલમાં રૂમ બુક થઈ ગયા છે. કોઈપણ શ્રદ્ધાળુને અસુવિધા ન થયા તે માટે પર્યટન હેલ્પલાઈન નંબર 18601801508 જારી કરાયો છે.  શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની તૈયારીઓ અને મથુરા અને વૃંદાવનમાં ઝડપથી શરૂ થઈ ચૂકી છે. અહીં તારીખોને લઈને અસમંજસની સ્થિતિ દૂર થઈ ચૂકી છે. મથુરા જન્મભૂમિ અને બાંકે બિહારી મંદિર પર એક જ દિવસે એટલે કે 7 સપ્ટેમ્બરે જન્માષ્ટમી મનાવાશે. 

Share This Article