Blood Test for Women after 30: મહિલાઓએ 30 વર્ષની ઉંમર બાદ આ બ્લડ ટેસ્ટ વર્ષમાં એકવાર જરૂર કરાવવા જોઈએ

Arati Parmar
7 Min Read

મહિલાઓ માટે વાર્ષિક બ્લડ ટેસ્ટ શા માટે જરૂરી છે? CBCથી Vitamin B12 સુધી જાણો કયા ટેસ્ટ કરાવવા જોઈએ.

Blood Test for Women after 30: મહિલાઓના શરીરમાં ઉંમરના દરેક પડાવમાં શારીરિક પરિવર્તન થાય છે. આ દરમિયાન શરીરમાં હોર્મોનલ ફેરફારો પણ થાય છે. હોર્મોનલ ફેરફારો દરમિયાન જો શરીરનું કોઈપણ હોર્મોન લેવલ યોગ્ય ન હોય તો શારીરિક અને માનસિક પરેશાની વધી શકે છે. ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા સ્ટેટ ઓફ ગવર્નમેન્ટ અનુસાર નિયમિત હેલ્થ ચેકઅપ પોતાને સ્વસ્થ રાખવાની મહત્વપૂર્ણ રીત છે. બ્લડ ટેસ્ટની મદદથી કોઈપણ બીમારી અથવા સ્વાસ્થ્ય સાથે જોડાયેલી અન્ય પરેશાનીની જાણકારી શરૂઆતમાં જ મળી શકે છે. અને મહિલાઓમાં થતા હોર્મોનલ ફેરફારોને કારણે વર્ષમાં એકવાર CBC, બ્લડ શુગર ટેસ્ટ સહિત કેટલાક અન્ય બ્લડ ટેસ્ટ કરાવવા જોઈએ. આ આર્ટિકલમાં સમજીશું કે મહિલાઓએ કયા-કયા બ્લડ ટેસ્ટ વર્ષમાં એકવાર ચોક્કસ કરાવવા જોઈએ અને શા માટે કરાવવા જોઈએ.

મહિલાઓએ એન્યુઅલ બ્લડ ટેસ્ટ શા માટે કરાવવો જોઈએ?

વિમન્સ હેલ્થ સાથે જોડાયેલી ઘણી એવી પરેશાનીઓ છે, જે ધીમે-ધીમે શરૂ થાય છે, પરંતુ તેના લક્ષણો જોવા મળતા નથી. નિયમિત બ્લડ ટેસ્ટથી શારીરિક પરેશાનીઓને સમજવામાં મદદ મળી શકે છે, જેથી મહિલાઓ ફિટ રહી શકે. જો બ્લડ ટેસ્ટમાં કોઈ પરેશાની જોવા મળે, તો ડૉક્ટર ટ્રીટમેન્ટ શરૂ કરી શકે છે. તેથી હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર વર્ષમાં એકવાર બ્લડ ટેસ્ટ કરાવવાથી.

- Advertisement -
  • કમ્પ્લીટ હેલ્થની ચેકઅપ થઈ જાય છે.
  • કોઈપણ બીમારીના શરૂઆતના તબક્કામાં જ જાણકારી મળી શકે છે.
  • ન્યુટ્રિશનલ ડેફિશિયન્સીની જાણકારી મળી શકે છે.

જે મહિલાઓને બ્લડ શુગર, હાઈ બ્લડ પ્રેશર અથવા ઓબેસિટી જેવી સમસ્યા છે, તેમના માટે સમયાંતરે બ્લડ ટેસ્ટ કરાવવો વધુ જરૂરી છે.

મહિલાઓ માટે જરૂરી બ્લડ ટેસ્ટ

કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ (CBC) ટેસ્ટ –

CBC ટેસ્ટ એક સામાન્ય બ્લડ ટેસ્ટ છે, જેનાથી બોડીના રેડ બ્લડ સેલ્સ, વ્હાઈટ બ્લડ સેલ્સ, હિમોગ્લોબિન અને પ્લેટલેટ્સ લેવલની જાણકારી મળે છે. ક્લીવલેન્ડ ક્લિનિક અનુસાર મહિલાઓ જો વર્ષમાં એકવાર CBC ટેસ્ટ કરાવવાનું શરૂ કરે, તો તેનાથી એનિમિયા, બ્લડ લોસ, ઇન્ફ્લેમેશન, ઇમ્યુનિટી અને ઇન્ફેક્શનની જાણકારી મળી શકે છે. જ્યારે જે મહિલાઓને નબળાઈ, કોઈ કારણ વગર થાક, ચક્કર આવવા અથવા જરૂર કરતાં વધારે બ્લીડિંગની સમસ્યા રહે છે, તેમણે CBC ટેસ્ટ ચોક્કસ કરાવવો જોઈએ. JHSMRના રિપોર્ટ અનુસાર ભારતમાં 15થી 49 વર્ષની મહિલાઓમાં એનિમિયાની સમસ્યા 53%થી 57% સુધી વધી છે. અને આ આંકડામાં પ્રેગ્નન્ટ અને નોન-પ્રેગ્નન્ટ બંને મહિલાઓ સામેલ છે. તેથી તમામ મહિલાઓએ 30 વર્ષની ઉંમર બાદ વર્ષમાં એકવાર CBC ટેસ્ટ કરાવવો જોઈએ.

- Advertisement -

બ્લડ શુગર ટેસ્ટ –

અમેરિકન ડાયાબિટીસ એસોસિએશન અને NCBI અનુસાર ડાયાબિટીસની સમસ્યા કોઈ લક્ષણો વગર ધીમે-ધીમે શરૂ થઈ શકે છે. તેથી 35 વર્ષની ઉંમર બાદ મહિલાઓએ બ્લડ શુગર ટેસ્ટ ચોક્કસ કરાવવો જોઈએ. આવું કરવાથી પ્રીડાયાબિટિક અથવા ટાઈપ 2 ડાયાબિટીસની જાણકારી શરૂઆતમાં જ મળી શકે છે. જ્યારે જે મહિલાઓને જેસ્ટેશનલ ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, PCOS અથવા પરિવારમાં પહેલાથી જ ડાયાબિટીસની હિસ્ટ્રી છે, તેમણે 35 વર્ષની ઉંમર પહેલાં જ બ્લડ શુગર ટેસ્ટ કરાવવો જોઈએ. જો બોડીના બ્લડ શુગર લેવલનું ધ્યાન રાખવામાં ન આવે તો હાર્ટ, કિડની અને આંખોની સમસ્યા ગંભીર થઈ શકે છે.

થાઈરોઈડ ફંક્શન ટેસ્ટ –

અમેરિકન થાઈરોઈડ એસોસિએશન અનુસાર મહિલાઓમાં થાઈરોઈડની સમસ્યા વધુ જોવા મળે છે. થાઈરોઈડ જો ઈમ્બેલેન્સ થઈ જાય, તો તેનાથી મહિલાઓમાં વજન વધવા અથવા ઘટવા, વાળ ખરવા, મૂડ સ્વિંગ, ઈન્ફર્ટિલિટી, પ્રેગ્નન્સી અથવા ટૅકીકાર્ડિયા સાથે જોડાયેલી પરેશાની શરૂ થઈ શકે છે. તેથી 30 વર્ષની ઉંમર બાદ મહિલાઓએ થાઈરોઈડ ફંક્શન ટેસ્ટ ચોક્કસ કરાવવો જોઈએ. થાઈરોઈડ લેવલ જો ઈમ્બેલેન્સ થઈ જાય તો શરૂઆતમાં તેને ટેસ્ટ વગર સમજવું મુશ્કેલ હોય છે. તેથી બ્લડ ટેસ્ટ દ્વારા TSH, T3 અને T4 હોર્મોન લેવલની જાણકારી મળી જાય છે. ધ્યાન રાખો કે જો PCOS અથવા પરિવારમાં થાઈરોઈડની હિસ્ટ્રી હોય, તો આવી સ્થિતિમાં વિશેષ ધ્યાન રાખવું જોઈએ.

- Advertisement -

લિપિડ પ્રોફાઈલ ટેસ્ટ –

લિપિડ પ્રોફાઈલ ટેસ્ટ એક બ્લડ ટેસ્ટ છે, જે 12 કલાકની ફાસ્ટિંગ બાદ કરવામાં આવે છે (જો તમે આજે રાત્રે 9 વાગ્યે ભોજન કર્યું છે, તો બીજા દિવસે સવારે 9 વાગ્યા બાદ બ્લડ ટેસ્ટ કરવામાં આવશે). આ ટેસ્ટ દ્વારા LDL (ખરાબ કોલેસ્ટ્રોલ), HDL (સારું કોલેસ્ટ્રોલ) અને ટ્રાઈગ્લિસરાઈડ લેવલની તપાસ કરવામાં આવે છે. આ ટેસ્ટની મદદથી હાર્ટની સમસ્યા અથવા સ્ટ્રોકના જોખમને સમજવામાં મદદ મળી શકે છે. NCBIના રિસર્ચ રિપોર્ટ અનુસાર લિપિડ પ્રોફાઈલ ટેસ્ટથી ભવિષ્યમાં થનારી હૃદય સાથે જોડાયેલી પરેશાનીઓને સમજવામાં મદદ મળી શકે છે. આ ટેસ્ટ વર્ષમાં એકવાર 30થી 35 વર્ષની ઉંમરમાં કરાવવાનું શરૂ કરવું જોઈએ. જ્યારે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, ઓબેસિટીની સમસ્યાથી પરેશાન મહિલાઓ ઉપરાંત જે મહિલાઓ સ્મોકિંગ કરે છે અથવા હાર્ટ ડિઝીઝની ફેમિલી હિસ્ટ્રી છે, તેમણે લિપિડ પ્રોફાઈલ ટેસ્ટ ટાળવો જોઈએ નહીં.

વિટામિન D ટેસ્ટ –

નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ અનુસાર વિટામિન Dની ઉણપને કારણે મહિલાઓમાં હાડકાં સાથે જોડાયેલી પરેશાની, મસલ્સ નબળા થવા અથવા નબળી ઈમ્યુનિટીની સમસ્યા થઈ શકે છે. પ્રેગ્નન્ટ લેડી અને વૃદ્ધ મહિલાઓમાં વિટામિન Dની ઉણપને કારણે હેલ્થ સાથે જોડાયેલી સમસ્યા વધી શકે છે. સામાન્ય રીતે દર વર્ષે આ ટેસ્ટ કરાવવો જરૂરી નથી, પરંતુ મોટાભાગનો સમય ઘર અથવા ઓફિસની અંદર પસાર થવાને કારણે વિટામિન Dની સમસ્યા જોવા મળી રહી છે. તેથી વધતી ઉંમરની શારીરિક પરેશાનીઓથી બચવા માટે 30 અથવા 35 વર્ષની ઉંમર બાદ આ ટેસ્ટ કરાવવો જોઈએ.

વિટામિન B 12 ટેસ્ટ –

NIHની સ્ટડી અનુસાર વિટામિન B 12 DNA અને રેડ બ્લડ સેલ્સના નિર્માણ તેમજ નર્વસ સિસ્ટમને સ્વસ્થ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મહિલાઓમાં 30 વર્ષ બાદ વિટામિન B 12ની ઉણપની સંભાવના વધી જાય છે. મહિલાઓમાં વિટામિન B 12ની ઉણપ એનિમિયાનું કારણ પણ બની શકે છે. મહિલાઓને ડાઈજેસ્ટન અને એનિમિયા સહિત અન્ય શારીરિક અથવા માનસિક પરેશાનીઓનો સામનો ન કરવો પડે તે માટે વિટામિન B 12 ટેસ્ટ વર્ષમાં એકવાર કરાવવાની સલાહ આપવામાં આવે છે.

રૂટિન હેલ્થ મોનિટરિંગ હેલ્ધી લાઈફસ્ટાઈલમાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. આ બ્લડ ટેસ્ટની મદદથી ડાયાબિટીસ, થાઈરોઈડ, હાર્ટ ડિઝીઝ અથવા હાઈ બ્લડ પ્રેશર જેવી બીમારીઓની જાણકારી મેળવવામાં મદદ મળી શકે છે.

બ્લડ ટેસ્ટ કરાવતા પહેલાં ડૉક્ટરને પોતાની હેલ્થ કન્ડિશન અને લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલી તમામ માહિતી આપો. અને ટેસ્ટ કરાવ્યા બાદ પોતાના બ્લડ ટેસ્ટ રિપોર્ટ સાથે ડૉક્ટરની સલાહ ચોક્કસ લો. કારણ કે ડૉક્ટર ટેસ્ટ રિપોર્ટ્સના મેડિકલ ટર્મ અને રિપોર્ટ્સની સંપૂર્ણ માહિતી પેશન્ટ સાથે શેર કરે છે, જેનાથી તમને પોતાના હેલ્થ વિશે સમજવામાં મદદ મળી શકે છે. એ પણ ધ્યાન રાખો કે પોતાની મરજીથી કોઈપણ દવા અથવા સપ્લિમેન્ટ્સનું સેવન ન કરો.

Share This Article