Ear Hygiene Tips: શરીરની સાફ-સફાઈ રાખવી જરૂરી છે, પછી ભલે તે તમારો કાન જ કેમ ન હોય. હું તેમને હંમેશા એ સમજાવું છું કે તેઓ ઘરે કાન સાફ કરવાનો પ્રયાસ ન કરે. તેઓ આ વાતથી પણ અજાણ હોય છે કે કાનમાં થોડો મેલ જળવાઈ રહેવો જોઈએ કારણ કે તે પ્રોટેક્શન બેરિયરનું કામ કરે છે. જો મેલના કારણે કોઈ સમસ્યા અનુભવવા લાગે, જેમ કે સાંભળવામાં તકલીફ પડવી, ખંજવાળ કે ઈરિટેશન થવું વગેરે, તો તે કિસ્સામાં એક્સપર્ટ પાસે જવું જ સૌથી ઉચિત વિકલ્પ હોય છે. ક્લિનિકમાં હંમેશા લેટેસ્ટ અને નવી ઉપલબ્ધ ટેકનોલોજીનો ઉપયોગ કરીને જ ઈયર કેનાલને સાફ કરવામાં આવે છે, જેથી કાન કે તેના પડદાને કોઈ નુકસાન ન પહોંચે.
મેલ જમા રહેવા દેવો છે સારો, સમજો કેમ?
કાનના મેલને મેડિકલ ભાષામાં સેરુમેન કહેવામાં આવે છે અને તે એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ પ્રોપર્ટીઝ ધરાવે છે.
તેને ઈયર કેનાલમાં રહેલી ગ્રંથિઓ બનાવે છે.
કાનની નળીમાં જ્યારે ચીકણો મેલ જમા રહે છે, તો તેનાથી બેક્ટેરિયા, ધૂળ, અન્ય પ્રકારના સૂક્ષ્મ કણો, વેક્સમાં જ ચોંટી જાય છે અને તે કાનના પડદા તથા અંદરના ભાગ સુધી પહોંચી શકતા નથી.
આ કારણે સંક્રમણ અને ઈજાનું જોખમ ઘણું ઓછું થઈ જાય છે.
કાનનો મેલ કેનાલમાં ભેજ જાળવી રાખવાનું કામ પણ કરે છે, જેનાથી ડ્રાયનેસ અને ઈરિટેશનની સમસ્યા થતી નથી.
ક્યારે હોય છે સફાઈની જરૂર?
કાનમાં થોડો-ઘણો મેલ જમા થવો સંપૂર્ણપણે સામાન્ય અને ફાયદાકારક છે. શરીરના આ અંગનું પોતાનું એક પ્રાકૃતિક તંત્ર રહેલું છે, જે મેલને પોતાની મેળે સાફ કરી દે છે. તેથી તેની જબરદસ્તી પૂરી સફાઈ કરતા રહેવું જરૂરી નથી. જોકે, કેટલીક સ્થિતિઓ એવી પણ હોય છે, જેમાં તેને સાફ કરવું અત્યંત જરૂરી બની જાય છે. ખરેખર, મેલ તે સ્થિતિમાં સમસ્યા બની જાય છે, જ્યારે તેની માત્રા ખૂબ વધી જાય છે. તેના કારણે કાન બંધ થવા લાગે છે, જેનાથી ઓછું સંભળાવવા, બેચેની થવા, ખંજવાળ અને ઈયર રિંગિંગ જેવી સમસ્યાઓ જન્મ લેવા લાગે છે.
ઘરે ઈયર વેક્સ સાફ કરવું પહોંચાડી શકે છે ગંભીર નુકસાન
લોકો અવારનવાર કાનને ઘરે જ સાફ કરવાનો પ્રયાસ કરે છે અને તે દરમિયાન એવી ભૂલો કરી બેસે છે જે ઈયરને ડેમેજ કરી શકે છે. સૌથી મોટી ભૂલોમાંની એક કાનને સાફ કરવા માટે કોટન બડ્સ, હેરપિન, ચાવી કે કોઈ અણીદાર વસ્તુનો ઉપયોગ કરવો છે. આ વસ્તુઓથી મેલ બહાર નીકળવાની જગ્યાએ ઘણીવાર વધુ અંદર જતો રહે છે. આ સ્થિતિમાં વેક્સ ઈમ્પેક્શન એટલે કે કેનાલમાં મેલ ફસાવવાથી બ્લોકેજ જેવી સ્થિતિ પેદા થઈ જાય છે, જે દુખાવો, સાંભળવામાં તકલીફ અને ઇન્ફેક્શનનું કારણ બને છે. વળી કાનમાં કોઈપણ પ્રકારની વસ્તુને નાખવાથી કેનાલની સ્કીનને પણ ડેમેજ પહોંચી શકે છે. અને સૌથી ગંભીર કિસ્સાઓમાં કાનનો પડદો પણ ફાટી શકે છે. કાનનો મેલ જ્યારે પરેશાનીનું કારણ બની જાય, તો જાતે તેને કાઢવાનો પ્રયાસ કરવાની જગ્યાએ એક્સપર્ટની મદદ લો.
કાનની પ્રોફેશનલ ક્લીનિંગ છે સૌથી સેફ
એક્સપર્ટની મદદ ક્યારે થઈ જાય છે જરૂરી?
એવા લોકો જેમના કાનમાં નેચરલી જ વધુ મેલ બને છે, જે લોકો અવારનવાર ઈયરફોન્સ કે હિયરિંગ મશીનનો ઉપયોગ કરે છે, અને જેમના ઈયર કેનાલ જન્મથી જ ઘણા પાતળા હોય છે, તેમના કાનમાં મેલ જમા થવાની અને ફસાવવાની સમસ્યા સામાન્ય હોય છે. એવા લોકોએ એક્સપર્ટનો સંપર્ક કરી પ્રોફેશનલ ઈયર ક્લીનિંગનો સહારો લેવો જોઈએ. આ ઈયર ક્લીનિંગની બેસ્ટ રીત છે.
કેવી રીતે થાય છે પ્રોફેશનલ ક્લીનિંગ
ઈયર ડ્રોપ્સ: એક મેડિકેટેડ લિક્વિડ વેક્સને નરમ કરવાનું કામ કરે છે, જેથી તેને સરળતાથી બહાર કાઢી શકાય.
ઈયર ઇરિગેશન: આ મેથડમાં બલ્બ સિરીંજ કે ઈલેક્ટ્રોનિક ઇરિગેટરનો ઉપયોગ કરી કાનમાં હળવું ગરમ પાણી, સલાઈન અથવા તો સોલ્યુશન નાખવામાં આવે છે. તેનો પ્રવાહ સતત જાળવી રાખવામાં આવે છે, જેનાથી જમા થયેલો મેલ ઢીલો પડીને બહાર આવી જાય છે.
સક્શન: આમાં સક્શન ડિવાઈસનો ઉપયોગ કરવામાં આવે છે, જે કંટ્રોલ્ડ વેક્યુમ પ્રેશર દ્વારા કાનના મેલને બહાર ખેંચી લે છે.
તો શું કાનને ઘરે બિલકુલ પણ સાફ ન કરવો?
ના એવું નથી. કાનના બહારના ભાગને, જેને પિન્ના કહેવામાં આવે છે, તેને નહાતી વખતે મુલાયમ કપડાથી સાફ કરી શકાય છે. આવું કરવું સારું એટલા માટે પણ છે, કારણ કે તે ત્યાં જામતા ધૂળ અને પરસેવાના કણોને હટાવવામાં મદદ કરે છે. જે ઇન્ફેક્શનના જોખમને ઘટાડે છે. ઈયર કેનાલને ત્યાં સુધી ન અડવાની સલાહ આપવામાં આવે છે, જ્યાં સુધી કોઈ પ્રકારની સમસ્યા અનુભવાય નહીં. અને આ સ્થિતિમાં પણ ડૉક્ટર પાસે જવું જ બેસ્ટ વિકલ્પ હોય છે. જેથી પરેશાનીનો કાનને નુકસાન પહોંચાડ્યા વગર ઉકેલ લાવી શકાય.

