Fig health benefits: શિયાળામાં અંજીરનું સેવન સ્વાસ્થ્ય માટે અમૃત સમાન, જાણો તેના અદ્ભુત ફાયદા

Arati Parmar
2 Min Read
Fig health benefits: ઔષધીય ગુણો માટે જાણીતું અંજીર આપણને ઘણી સમસ્યાઓથી દૂર રાખે છે. તેમાં ઘણા પોષક તત્વો મળી આવે છે, જેના કારણે તેને સુપરફૂડ કહેવામાં આવે છે. જો કાતિલ ઠંડીમાં અંજીરનુું સેવન કરવામાં આવે તો આપણા સ્વાસ્થ્યને ચોંકાવનારા લાભ થાય છે.
જો તમે તેને દૂધમાં ભેળવીને ખાશો તો તેના ફાયદાઓ વધી જાય છે. કેલ્શિયમથી ભરપૂર દૂધમાં અંજીર ભેળવીને ખાવાથી પણ અદ્ભુત ફાયદો થાય છે.
અંજીરમાં ફાઇબર હોય છે જે પાચનક્રિયામાં મદદ કરે છે. કબજિયાતની સમસ્યા દૂર કરવામાં અંજીર લાભદાયી છે. દરરોજ ત્રણ અંજીર ખાવાથી કબજિયાતની સમસ્યાથી છૂટકારો મળી શકે છે.
એન્ટીઑકિસડન્ટ ગુણોથી ભરપૂર, અંજીરમાં વિટામિન A, C, E, K, ફાઇબર, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને કોપર ભરપૂર માત્રામાં હોય છે. શિયાળામાં રાત્રે સૂતા પહેલા દૂધ સાથે અંજીરનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
અંજીર એવું ડ્રાયફ્રૂટ છે જેનું સેવન કરવાથી શરીર ફિટ રહે છે. અંજીરમાં વિટામિન એ, પોટેશિયમ, ફાઇબર સહિત ઘણા બધા પોષક તત્વો હોય છે. શિયાળા દરમિયાન જો તમારે અંજીરના ફાયદા મેળવવા હોય તો રોજ તેને પલાળીને ખાવાનું રાખવું જોઈએ.
અંજીર ખાવાથી શરીરમાં અનેક ફાયદા થાય છે. વિટામીન બી અને વિટામીન સી પણ હોય છે. અંજીરમાં વિટામીન A સૌથી વધારે પ્રમાણમાં હોય છે. મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરની બિમારીઓ વધી રહી છે. મહિલાઓમાં થતા બ્રેસ્ટ કેન્સર માટે તે ખૂબ જ લાભકારી છે. દરરોજ અંજીર ખાવાથી તેનું જોખમ ઘટી જાય છે.
Share This Article