કંદમૂળ ફળ ખાવાના ફાયદા

Reena Brahmbhatt
By Reena Brahmbhatt 2 Min Read

કંદમૂળ ફળઃ રામાયણાં પણ છે તેની ચર્ચા, જાણો શ્રીરામ દ્વારા આરોગવામાં આવેલા આ ફળથી સ્વાસ્થ્યને કેટલો ફાયદો
22 જાન્યુઆરી નજીક છે અને આ દિવસોમાં સમગ્ર દેશમાં ભગવાન શ્રીરામની ચર્ચા થઈ રહી છે. તેવામાં એક ફળ વિશે જાણીએ જેનું સેવન શ્રીરામે વનવાસ દરમિયાન કર્યું હતું અને તેનાથી શું સ્વાસ્થ્ય ફાયદા મળે છે.

આજે અમે તમને એક એવા ફળ વિશે વાત કરીશું જેનો ઉલ્લેખ રામાયણમાં છે. પ્રભુ શ્રીરામ વનવાસમાં આ ફળનું સેવન કરતા હતા અને આજે પણ લોકો તેને આરોગે છે. હકીકતમાં અમે વાત કંદમૂળની કરી રહ્યાં છીએ જે જંગલી ફળ છે અને તેના સેવનથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા મળે છે. આયુર્વેદમાં ઘણી બીમારીઓમાં આ ફળ ખાવાની સલાહ આપવામાં આવી છે. તમે પણ આ ફળ વિશે જાણો…

- Advertisement -

કંદમૂળ ફળ કોને કહેવાય છે?
કંદમૂળ ફળ હકીકતમાં એક જંગલી ફળ છે, જેમાં કેલ્શિયમ, આયરન અને વિટામીન સીની સારી માત્રા હોય છે. તે દેખાવમાં શક્કરિયા જેવું હોય છે. આ ફળ ઇમ્યુનિટી વધારે છે અને શરદી-ઉધરસમાં પણ તમે તેનું સેવન કરી શકો છો. આ સિવાય તે કેટલીક સ્થિતિમાં ફાયદાકારક છે.

kand mul fal ram fal

- Advertisement -

કંદમૂળ ફળ ખાવાના ફાયદા
1. પેટ માટે ફાયદાકારક
પેટ માટે કંદમૂળ ફળ ખાવાના ઘણા ફાયદા છે. આ ફળ ફાઇબરથી ભરપૂર છે અને પાચન ક્રિયા મજબૂત બનાવે છે. તે સ્ટૂલમાં બલ્ક ઉમેરવાનું કામ કરે છે અને કબજિયાત અને પાઈલ્સ જેવી સમસ્યાઓને ઘટાડવામાં મદદરૂપ છે. આ ઉપરાંત તેમાં આયર્ન પણ હોય છે જે શરીરમાં એનિમિયાને અટકાવે છે.

2. ક્યારેય નહીં વધે વજન અને કોલેસ્ટ્રોલ
જો તમને વજન વધવા કે કોલેસ્ટ્રોલ વધવાની ચિંતા છે તો તમારે આ કંદમૂળ ફળનું સેવન કરવું જોઈએ. આ ફળ હાઈ ફાઈબર અને રફેઝથી ભરપૂર છે જે વજન વધવા દેશે નહીં અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરશે. આ તમામ કારણોથી આ ફળનું સેવન કરવું ફાયદાકારક માનવામાં આવે છે.

- Advertisement -
Share This Article