Insomnia Symptoms and Causes: શુ મોડાથી સૂવું એ ઈન્સોમ્નિયાની નિશાની છે? બહુ ઓછા લોકોને ખબર છે લક્ષણ-કારણ અને મેનેજ કરવાની રીત

Arati Parmar
4 Min Read

Insomnia Symptoms and Causes: દોડધામ ભરેલી જિંદગી, મોડી રાત સુધી મોબાઈલનો ઉપયોગ, બિન્જ વોચિંગ જેવા કારણોને લીધે લોકોને ઓછી ઊંઘ મળવા લાગી છે. દર્દીઓમાં આજકાલ ઈન્સોમ્નિયા (Insomnia) નો પેટર્ન વધતો દેખાય છે. સૌથી ચિંતાજનક વાત એ છે કે તેમને આ વિશે કોઈ જાણકારી હોતી નથી. તેઓ આ સ્થિતિને સામાન્ય માનીને ત્યાં સુધી નજરઅંદાજ કરતા રહે છે, જ્યાં સુધી શરીર અને મગજ પર તેના ગંભીર પરિણામો દેખાવા ન લાગે.

આ ગંભીર ખતરાઓથી બચવા માટે તમારે ઈન્સોમ્નિયા વિશે જાગૃત થવું પડશે. તમારે જાણવું જોઈએ કે જો તમે રાત્રે મોડેથી સૂઈ રહ્યા છો તો તેનું કારણ ઈન્સોમ્નિયા છે કે પછી આ ખોટી જીવનશૈલી છે.

- Advertisement -

ઈન્સોમ્નિયા બીમારી શું છે?

અનિદ્રા અને ઈન્સોમ્નિયા એક જ સ્થિતિ છે, જેમાં વ્યક્તિને સૂવામાં મુશ્કેલી પડે છે અથવા તેની ઊંઘ વારંવાર તૂટતી રહે છે. આના ઘણા દર્દીઓ આખી રાત સૂઈ શકતા નથી અથવા ઓછી ઊંઘ હોવા છતાં સવારે ખૂબ વહેલા ઉઠી જાય છે અને ત્યારબાદ ફરી ઊંઘ આવતી નથી. જો આ સમસ્યા કેટલાક અઠવાડિયા સુધી સતત રહે છે તો તેને ક્રોનિક ઈન્સોમ્નિયા કહેવામાં આવે છે. એક હેલ્ધી એડલ્ટ માટે દરરોજ 7 થી 8 કલાકની ઊંઘ જરૂરી હોય છે.

શું મોડે સુધી સૂવું એ ઈન્સોમ્નિયાનું લક્ષણ છે?

ઘણા લોકોને લાગે છે કે જો તેઓ મોડેથી સૂઈ રહ્યા છે તો તે ઈન્સોમ્નિયાનું લક્ષણ છે. પરંતુ જો તમે મોડા સૂયા પછી પણ સવારે ઊંઘ પૂરી કરીને ઉઠી રહ્યા છો તો આ ઈન્સોમ્નિયા નહીં, ખોટી લાઈફસ્ટાઈલની નિશાની છે. ઈન્સોમ્નિયાની ઓળખ નીચેના સંકેતોથી કરી શકાય છે:

- Advertisement -
  • સૂવામાં 30 મિનિટથી વધુ સમય લાગવો.

  • રાત્રે વારંવાર ઊંઘ ઉડી જવી.

  • સવારે ખૂબ વહેલા જાગી જવું.

  • દિવસભર થાક કે ચિડિયાપણું અનુભવવું.

  • ફોકસ કરવામાં મુશ્કેલી પડવી.

ઈન્સોમ્નિયાના મુખ્ય કારણો કયા છે?

  1. સ્ટ્રેસ-એન્ઝાઈટી: કામનું પ્રેશર, ઘર-પરિવારની જવાબદારીઓ કે ભવિષ્યની ચિંતાને કારણે મગજ સતત વિચારતું રહે છે અને એક્ટિવ રહે છે. આનાથી ઊંઘ આવવામાં તકલીફ થાય છે.

  2. સ્ક્રીન ટાઈમ: સૂતા પહેલા કે મોડી રાત સુધી મોબાઈલ, ટીવી કે લેપટોપનો વધુ ઉપયોગ કરવાથી બોડીના નેચરલ સ્લીપ હોર્મોન ‘મેલાટોનિન’ નું ઉત્પાદન પ્રભાવિત થાય છે.

  3. ખરાબ ડેલી રૂટિન: રોજ અલગ-અલગ સમયે સૂવા અને જાગવાવાળા લોકોની સ્લીપ સાયકલ બગડી જાય છે.

  4. કેફીન અને હેવી ડિનર: સાંજે કે રાત્રે ચા, કોફી, એનર્જી ડ્રિંક જેવા કેફીનયુક્ત પીણાનું સેવન અથવા રાત્રે વધુ મસાલેદાર અને ભારે ભોજન ઊંઘની ગુણવત્તાને બગાડે છે.

  5. હેલ્થ કન્ડિશન: ડિપ્રેશન, થાઈરોઈડ, અસ્થમા કે કેટલીક દવાઓની સાઈડ ઈફેક્ટને કારણે પણ ઈન્સોમ્નિયા થઈ શકે છે.

ઈન્સોમ્નિયા મેનેજ કરવાના ઉપાયો

  • ફિક્સ સ્લીપ શેડ્યૂલ: રોજ એક જ સમયે સૂવા અને જાગવાની આદત પાડો.

  • સ્ક્રીન ટાઈમમાં ઘટાડો: સૂતા પહેલા ઓછામાં ઓછા એક કલાક પહેલા મોબાઈલ અને લેપટોપથી અંતર બનાવી લો.

  • હલકું અને બેલેન્સ્ડ ડિનર: રાત્રે હલકો ખોરાક લો અને કેફીનયુક્ત પીણાંથી દૂર રહો.

  • મેડિટેશન અને યોગ: પ્રાણાયામ અને હળવા યોગ તણાવ ઘટાડવામાં અને ઊંઘની ક્વોલિટી સુધારવામાં મદદ કરશે.

  • કમ્ફર્ટમાં સૂઈ જાઓ: સુવાનો ઓરડો શાંત, આરામદાયક અને અંધારાવાળો હોવો જોઈએ.

યાદ રાખો કે ઊંઘની ઉણપથી મેદસ્વીતા, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને માનસિક સમસ્યાઓનું જોખમ વધે છે. તેથી, જીવનશૈલીમાં આ નાના ફેરફારો કરીને ઈન્સોમ્નિયાને કંટ્રોલ કરી શકાય છે.

Share This Article