Measure BP at home: ઘરે બ્લડ પ્રેશર કેવી રીતે માપવું: હાઈ અને લો BP માટે સરળ માર્ગદર્શન

Arati Parmar
3 Min Read

Measure BP at home: વર્તમાન સમયમાં બદલાતી લાઈફ સ્ટાઈલ, ખાણી પીણી તેમજ સ્ટ્રેસફૂલ લાઈફના કારણે વિશ્વભરમાં મોટાભાગના લોકોને હાઈ બ્લડ પ્રેશર હોય છે. આપણુ શરીર દરેક રીતે બરોબર છે કે નહી તે માટે સમયાંતરે બીપી ચેક કરાવવું અત્યંત જરુરી છે. કારણે કે જો બીપી બરોબર નહીં હોય એટલે કે હાઈ કે લો થઈ જાય તો શરીરમાં અન્ય બીમારીઓ પેદા થઈ શકે છે. પરંતુ શું તેને ઘરમાં જાતે માપી શકો કે નહીં. ચાલો આજે ઘરે જાતે બીપી ચેક કરવા વિશે જાણીએ.

આપણામાંથી કેટલાક લોકો ઘરમાં જ બીપી ચેક કરતા હોય છે કે તેમનું બીપી વધ્યુ કે ઘટ્યુ તો નથીને? બીપીને કન્ટ્રોલમાં રાખવાની સાથે સારુ ખાવાપીવાનું અને આપણી લાઈફ સ્ટાઈલને યોગ્ય બનાવવી જરુરી છે. શરીરમાં હાઈ બ્લડ પ્રેશરના કારણે હાર્ટએટેકનો હુમલો થઈ શકે છે. દરરોજ હોસ્પિટલમાં જઈને બીપી ચેક કરાવવું શક્ય નથી, તેથી આપણે ઘરે બેઠા પણ બીપી ચેક કરી શકીએ છીએ.

- Advertisement -

હાઈ કે લો બીપી માપવા માટે આ નંબર હોવા જોઈએ

બ્લડ પ્રેશરની રેંજ 120/80 mmHg હોવુ જરુરી. જ્યારે કોઈપણ વ્યક્તિનું બ્લડ પ્રેશર 90/60 થી નીચે જતુ રહે છે, તો આ અવસ્થાને લો બીપી અથવા હાયપરટેન્શન કહેવામાં આવે છે. તેમજ જો 140/90 આવે તો હાઈ બ્લડ પ્રેશર કહેવામાં આવે છે.

ઘરમાં બીપી માપતી વખતે શું શું ધ્યાન રાખવું 

  • બ્લડ પ્રેશર ચેક કરતી વખતે હાથમાં ધ્રુજારી અને કંપન શરુ થાય તો બીજા હાથમાં બીપી ચેક કરો
  • બીપીના ડિવાઈસથી ક્લાઈ બેંડની વચ્ચે જ હાથ બાંધો, જેથી કરીને હાથ બરોબર રહે.
  • હાથમાં બાંધતી વખતે ટેબલ પર બરોબર રાખો, જેથી તમને યોગ્ય માપની જાણકારી મળશે.
  • બીપી ચેક કરવાના અડધો કલાક પહેલા ચા- કોફી ન પીવો, કારણ કે તેનાથી મેજરમેન્ટ નંબર પર અસર થઈ શકે છે.
  • બીપી ચેક કરતી વખતે ઘરમાં ખુરશી પર સીધા બેસો, એક દિવસમાં ત્રણ વાર બીપી ચેક કરી શકાય.
  • બીપી ચેક કરતા પહેલા કોઈ દવા ન લેશો, જો તમે દવા લીધેલી હોય તો એક કલાક પછી બીપી ચેક કરાવો.
  • એક્સરસાઈઝ અથવા નહાયા પછી તરત બીપી ચેક ન કરો. બીપી ચેક કરાવ્યાના 5-10 મિનિટ સુધી રિલેક્સ રહો.
  • બીપી ચેક કરવા માટે એક ચોક્કસ સમય નક્કી કરો.
  • બીપી ચેક કરતી વખતે ગુસ્સો કે વાત ન કરવી જોઈએ.

બ્લડ પ્રેશર ક્યારે અને કેટલી વાર માપવું ?

જો તમને હાલમાં જ હાઈ બ્લડ પ્રેશર આવ્યું હોય અથવા તમે નવી દવા શરૂ કરી હોય, તો ડૉક્ટર તમને દિવસમાં એક કે બે વાર બ્લડ પ્રેશર માપવાની ભલામણ કરી શકે છે. જ્યારે તમારું બ્લડ પ્રેશર યોગ્ય આવે છે, તો અઠવાડિયામાં બે વાર તેને માપવું પૂરતું હોઈ શકે છે.

બ્લડ પ્રેશર માપવાની પદ્ધતિ અને સમય

અમેરિકન હાર્ટ એસોસિએશનના કહેવા પ્રમાણે દરરોજ એક જ સમયે બ્લડ પ્રેશર માપો, જેમ કે સવારે નાસ્તા પહેલાં અને રાત્રે સૂતા પહેલા. આ વધુ સચોટ અને સુસંગત બનાવે છે.

Share This Article