Piles Symptoms and Prevention: દરરોજની 3 આદતો વધારે છે પાઈલ્સનું જોખમ, શું બવાસીરથી કેન્સર થઈ શકે છે, એક્સપર્ટ પાસેથી જાણો બચાવના ઉપાયો

Arati Parmar
7 Min Read

Piles Symptoms and Prevention: પાઈલ્સ એટલે કે બવાસીર એ સ્થિતિ છે જ્યારે ગુદા અને મળાશયના નીચેના ભાગની નસોમાં સોજો આવી જાય છે. શૌચ દરમિયાન જ્યારે આ નસો પર દબાણ આવે છે ત્યારે તે ફૂલી જાય છે, જેનાથી અતિશય દુખાવો, બળતરા અને લોહી નીકળવાની સમસ્યા થઈ શકે છે. સામાન્ય રીતે 3 આદતોના કારણે પાઈલ્સની સમસ્યા થાય છે. ખાનપાનની ખોટી આદતોના કારણે જે લોકોને કબજિયાતની સમસ્યા રહે છે તેમને પાઈલ્સ થવાની શક્યતા વધુ રહે છે. આ સાથે જે લોકો લાંબા સમય સુધી બેસી રહે છે, ઓફિસમાં ડેસ્ક જોબ કરે છે અથવા જેની લાઈફસ્ટાઈલ યોગ્ય નથી તેમને પણ પાઈલ્સ થઈ શકે છે.

પાઈલ્સના લક્ષણોને કેવી રીતે ઓળખવા?

પાઈલ્સ એટલે કે બવાસીર મુખ્યત્વે બે પ્રકારના હોય છે- બાહ્ય બવાસીર, જે ગુદાની બહાર હોય છે અને આંતરિક બવાસીર, જે ગુદાની અંદર હોય છે. પાઈલ્સના શરૂઆતી સંકેતોને ઓળખવા માટે નીચેની બાબતો પર ધ્યાન આપો-

- Advertisement -
  • બાહ્ય બવાસીરના લક્ષણો- ગુદાની આસપાસ ખંજવાળ અથવા બળતરા થવી, ગુદા પાસે સોજો અથવા ગાંઠ બનવી, તે જગ્યાએ દુખાવો અથવા સંવેદનશીલતા અનુભવવી, બેસતી વખતે કે મળ ત્યાગ કરતી વખતે દુખાવો વધી જવો વગેરે બાહ્ય બવાસીરના લક્ષણો હોઈ શકે છે. ક્યારેક આ ગાંઠ સખત થઈ જાય છે, જેનાથી દુખાવો વધી જાય છે.

  • આંતરિક બવાસીરના લક્ષણો- શૌચ સમયે અથવા પછી લોહી આવવું, ટોયલેટ પેપર અથવા અન્ડરવેર પર ચીકણો પદાર્થ (બલગમ) દેખાવો, વારંવાર શૌચ જવાનું મન થવું, પેટ પૂરેપૂરું સાફ ન થયાનો અહેસાસ અથવા ગંભીર સ્થિતિમાં બવાસીરનું બહાર આવી જવું (પ્રોલેપ્સ) વગેરે આંતરિક બવાસીરના લક્ષણો છે.

પાઈલ્સનું જોખમ કયા લોકોને વધુ હોય છે?

પાઈલ્સ એક સામાન્ય સમસ્યા છે અને ઘણા લોકો આનાથી પીડાતા હોય છે. પાઈલ્સની સમસ્યા આ લોકોને વધુ થઈ શકે છે-

  • વધતી ઉંમર દરમિયાન- ઉંમર વધવાની સાથે ગુદાની નસો નબળી પડી જાય છે. સામાન્ય રીતે 45 થી 65 વર્ષની ઉંમરના લોકોમાં આ સમસ્યા વધુ હોય છે.

  • પ્રેગ્નન્સી અને પ્રસવ દરમિયાન- પ્રેગ્નન્સી દરમિયાન પેટ પર દબાણ વધે છે. તેવી જ રીતે ડિલિવરી વખતે જોર લગાવવાથી નસો પર અસર પડે છે, જેના કારણે મહિલાઓમાં બવાસીરનું રિસ્ક વધી જાય છે.

  • ખોટી આદતો- ટોયલેટમાં મોબાઈલનો ઉપયોગ કરતા કરતા મોડે સુધી બેસી રહેવું, મળ ત્યાગમાં જોર લગાવવું, આ આદતો નસો પર દબાણ વધારે છે, જેનાથી પાઈલ્સની સમસ્યા શરૂ થઈ શકે છે.

  • કબજિયાત અને પાચનની સમસ્યા- લાંબા સમય સુધી કબજિયાત રહેવી, વારંવાર ઝાડા થવા, આ બંને સ્થિતિમાં ગુદા પર દબાણ પડે છે અને પાઈલ્સની સમસ્યા શરૂ થવાનું જોખમ વધી જાય છે.

  • ઓછા ફાઈબરવાળી ડાયટ- જો તમે ફળ અને શાકભાજી ઓછા ખાઓ છો, વધુ જંક ફૂડ ખાઓ છો, તો મળ સખત થઈ શકે છે, જેનાથી બવાસીરનું જોખમ વધી જાય છે.

  • મેદસ્વીતા- વધુ વજન વધવાથી પેટની અંદર દબાણ વધે છે, જે નસોને અસર કરે છે.

  • ફિઝિકલ એક્ટિવિટીનો અભાવ- જે લોકો દિવસભર બેસી રહે છે, કસરત નથી કરતા, તેમની પાચન ક્રિયા ધીમી થઈ જાય છે અને કબજિયાત વધે છે.

  • ભારે વજન ઉપાડવું- વારંવાર ભારે સામાન ઉપાડવાથી પેટમાં દબાણ વધે છે, જે બવાસીરનું કારણ બની શકે છે.

  • આનુવંશિક કારણો- જો પરિવારમાં કોઈને બવાસીર છે, તો તમને પણ થવાની શક્યતા વધુ હોય છે.

શું બવાસીરથી કેન્સર થઈ શકે છે?

ના, બવાસીરથી કેન્સર થતું નથી. પરંતુ બવાસીર અને કેન્સરના લક્ષણો મળતા-આવતા હોઈ શકે છે, બંને સ્થિતિમાં શૌચ દરમિયાન લોહી આવી શકે છે. મળ ત્યાગતી વખતે જો વારંવાર લોહી આવે, તો ડોક્ટરને જરૂર બતાવો.

- Advertisement -

પાઈલ્સથી બચવાના ઉપાયો

પાઈલ્સથી બચવા માટે લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરો, આ માટે-

  • ફાઈબરયુક્ત ડાયટ લો- પોતાની ડાયટમાં ફાઈબરનું પ્રમાણ વધારો. ફળ, લીલા શાકભાજી, દાળ, ઓટ્સ અને આખા અનાજ ખાઓ. ફાઈબર મળને નરમ બનાવે છે અને સરળતાથી બહાર કાઢવામાં મદદ કરે છે.

  • પાણી વધુ પીવો- દિવસ દરમિયાન 8-10 ગ્લાસ પાણી જરૂર પીવો. આનાથી કબજિયાત થતી નથી અને પાચન યોગ્ય રહે છે.

  • ટોયલેટની આદત સુધારો- શૌચને ક્યારેય ન રોકો, જોર લગાવીને મળ ત્યાગ ન કરો, વધુ સમય સુધી ટોયલેટમાં ન બેસો, ટોયલેટમાં મોબાઈલનો ઉપયોગ ન કરો, જરૂર હોય તો ફૂટસ્ટૂલનો ઉપયોગ કરો.

  • કસરત કરો- રોજ 20-30 મિનિટ ચાલો, યોગ અને હળવી કસરત કરો, આનાથી પાચન યોગ્ય રહે છે અને કબજિયાત થતી નથી.

  • વજન કંટ્રોલ કરો- વજન ઓછું કરવાથી બવાસીરનું જોખમ ઘટી જાય છે.

  • લાંબા સમય સુધી બેસવાનું ટાળો- જો તમે ઓફિસમાં ડેસ્ક જોબ કરો છો તો દર 1 કલાકે ઉભા થાઓ, થોડું ચાલો અથવા સ્ટ્રેચ કરો.

  • ભારે વજન યોગ્ય રીતે ઉપાડો- શ્વાસ રોકીને વજન ન ઉપાડો, ધીરે અને સાચી ટેકનિકથી વજન ઉપાડો.

બવાસીરના આયુર્વેદિક ઉપચાર

આયુર્વેદમાં બવાસીરને અર્શ કહેવામાં આવે છે. આ પાચન ખરાબ થવા અને શરીરમાં દોષ (વાત-પિત્ત) વધવાથી થાય છે. આયુર્વેદનું મુખ્ય લક્ષ્ય છે પાચન સુધારવું, કબજિયાત દૂર કરવી અને સોજો ઓછો કરવો. નીચે આપેલા ઉપાયોનો ઉપયોગ કરીને ઘરગથ્થુ આયુર્વેદિક ઉપાય કરી શકાય છે-

- Advertisement -
  • રોજ છાસ પીવો, તેમાં જીરું અને સિંધવ નમક ઉમેરો. આ પાચનને સુધારે છે અને પેટને ઠંડક આપે છે.

  • સૂરણ (જમીકંદ) પાચન માટે સારું હોય છે, તે પાઈલ્સને ઘટાડવામાં મદદ કરે છે.

  • ફાઈબર યુક્ત વસ્તુઓ જેવી કે દૂધી, કોળું, આખા અનાજ, દાળ મળને નરમ બનાવે છે.

  • ગરમ પાણી પીવો. દિવસભર હળવું ગરમ પાણી પીવાથી પાચન બહેતર થાય છે.

  • સિટ્ઝ બાથ (ગરમ પાણીમાં બેસવું) માટે એક ટબમાં ગરમ પાણી લો અને તેમાં 10-15 મિનિટ બેસો.

પાઈલ્સનો દુખાવો દૂર કરવાના આયુર્વેદિક ઉપચાર

નીચે જણાવેલી આયુર્વેદિક જડીબુટ્ટીઓના ઉપાયથી પાઈલ્સનો દુખાવો ઓછો થાય છે અને સોજો ઘટે છે.

  • ગુગ્ગુળ- આ પાઈલ્સ માટે એક અસરકારક ઔષધિ છે, તે સોજો ઓછો કરે છે અને દુખાવામાં રાહત આપે છે.

  • ઘી (ધૃત)- આનું સેવન પાચનને ચીકણું બનાવે છે અને કબજિયાત ઘટાડે છે.

  • ક્ષાર કર્મ- આ ઓપરેશન વગરનો ઈલાજ છે. આમાં દવા લગાવીને બવાસીરને સૂકવવામાં આવે છે. આ પ્રક્રિયાથી ધીરે ધીરે બવાસીર ખતમ થઈ જાય છે.

પાઈલ્સને નજરઅંદાજ ન કરો

પાઈલ્સ એક સામાન્ય પરંતુ પરેશાન કરનારી બીમારી છે. આ વધુ ગંભીર હોતી નથી, પરંતુ જો સમયસર ધ્યાન આપવામાં ન આવે તો સમસ્યા વધી શકે છે. સાચું ખાન-પાન, નિયમિત કસરત અને ટોયલેટને લગતી સારી આદતો પાઈલ્સથી બચવાનો સરળ ઉપાય છે. આનાથી બવાસીરને કંટ્રોલ કરી શકાય છે. શૌચ દરમિયાન વારંવાર લોહી આવવું, ખૂબ વધારે દુખાવો, ગાંઠ બહાર આવી જવી અથવા કબજિયાત લાંબા સમય સુધી રહેવી તે સંકેતો છે જેને નજરઅંદાજ ન કરવા જોઈએ. આવી સ્થિતિમાં તપાસ કરાવવી જરૂરી છે.

Share This Article