જમ્યા પછી સુવું સ્વાસ્થ્ય માટે ગુણકારી છે?
Saturday, 16 September 2023
જમ્યા પછી સુવું સ્વાસ્થ્ય માટે ગુણકારી છે?
બપોરે જમ્યા પછી 15 મિનિટ સુવું સ્વાસ્થ્ય માટે જરૂરી, જાણો 15 મિનિટના આરામથી શરીરને થતા લાભ વિશે
બપોરે જમ્યા પછી દરેક વ્યક્તિને ઊંઘ આવવા લાગે છે. ઘણા લોકોને તો બપોરે જમ્યા પછી કલાકો સુધી ઊંઘવાની આદત હોય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર બપોરે કલાકોની ઊંઘ કરવાને બદલે જો તમે 15 મિનિટ ઊંઘ કરો છો તો તેનાથી શરીરને જબરદસ્ત ફાયદા થાય છે.
બપોરે જમ્યા પછી ઊંઘને લઈને લોકોના મનમાં અલગ અલગ મત હોય છે. કેટલાક લોકોનું માનવું હોય છે કે બપોરે જમ્યા પછી સૂવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પરંતુ હકીકતમાં બપોરે જમ્યા પછી 15 મિનિટ માટે ઊંઘ કરવી શરીર માટે સ્વાસ્થ્યકારક છે. બપોરે જમ્યા પછી દરેક વ્યક્તિને ઊંઘ આવવા લાગે છે. આવું એટલા માટે થાય છે કે ભોજન કર્યા પછી શરીરમાં એવા હોર્મોન્સ વધે છે જે શરીરને સુસ્ત બનાવે છે. તેવામાં 15 મિનિટ આરામ કરી લેવાથી શરીર અને મન ફ્રેશ થઈ જાય છે. ઘણા લોકોને બપોરે જમ્યા પછી કલાકો સુધી ઊંઘવાની આદત હોય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર બપોરે કલાકોની ઊંઘ કરવાને બદલે જો તમે 15 મિનિટ ઊંઘ કરો છો તો તેનાથી શરીરને જબરદસ્ત ફાયદા થાય છે.
બપોરે 15 મિનિટ ઊંઘ કરવાથી થતા ફાયદા
સ્ટ્રેસ ઘટે છે
જમ્યા પછી સુવાથી સ્ટ્રેસ ઓછો કરવામાં મદદ મળે છે. સવારની શરૂઆત સ્ટ્રેસથી થાય છે. બપોરે જમ્યા પછી જો તમે 15 મિનિટ આરામ કરો છો તો શરીર અને મગજનો સ્ટ્રેસ ઓછો થાય છે. બપોરે 15 મિનિટ ઊંઘ કરી લેવાથી ગુસ્સો પણ ઓછો થાય છે.
પ્રોડક્ટિવિટી વધે છે
બપોરે જમ્યા પછી 15 મિનિટની ઊંઘ વ્યક્તિની પ્રોડક્ટિવિટીમાં વધારો કરે છે. 15 મિનિટ માટે કરેલી ઊંઘ પણ મગજને રિસ્ટાર્ટ કરે છે અને તમે સારું અનુભવ કરો છો. ઊંઘ કર્યા પછી મગજ પણ સારી રીતે કામ કરે છે. સવારથી જે થાક લાગ્યો હોય છે તે પણ ઉતરી જાય છે તેના કારણે તમે સારી રીતે કામ કરી શકો છો.
