જો તમે પણ તમારા વાળને મજબૂત કાળા અને સુંદર બનાવવા માંગો છો તો આજે તમને સૌથી અસરકારક ઘરેલુ ઈલાજ

newzcafe
By newzcafe 2 Min Read

મજબૂત અને કાળા વાળ માટેનો ઉપાય


મજબૂત અને કાળા વાળ માટેનો ઉપાય 


જો તમે પણ તમારા વાળને મજબૂત કાળા અને સુંદર બનાવવા માંગો છો તો આજે તમને સૌથી અસરકારક ઘરેલુ ઈલાજ જણાવીએ. તમે ઘર બેઠા તમારા વાળને મજબૂત અને કાળા બનાવી શકો છો. તેના માટે તમારે ફક્ત અઠવાડિયામાં એક વખત આ હેર માસ્ક માથામાં લગાડવાનું છે. 


જો તમે પણ તમારા વાળને મજબૂત કાળા અને સુંદર બનાવવા માંગો છો તો આજે તમને સૌથી અસરકારક ઘરેલુ ઈલાજ જણાવીએ. તમે ઘર બેઠા તમારા વાળને મજબૂત અને કાળા બનાવી શકો છો. તેના માટે તમારે ફક્ત અઠવાડિયામાં એક વખત આ હેર માસ્ક માથામાં લગાડવાનું છે. આ હેર માસ્કનો ઉપયોગ અઠવાડિયામાં એક વખત પણ કરશો તો તમે વાળની ઘણી બધી સમસ્યાઓથી મુક્તિ મેળવી શકો છો. 


ખરતા વાળને અટકાવી અને વાળને મજબૂત બનાવવા માટે લીચીનું હેર માસ્ક ખૂબ જ અસરકારક છે. લીચીમાં રહેલું પ્રોટીન અને વિટામિન એ વાળને કુદરતી પોષણ પૂરું પાડે છે અને તેનાથી વાળનું સ્વાસ્થ્ય સુધરે છે. લીચીનું હેર માસ્ક લગાડવાથી વાળ અંદરથી મજબૂત થાય છે અને બહારથી કાળા રહે છે. 


લીચીનું હેર માસ્ક કેવી રીતે બનાવવું ? 


લીચીનું હેરમાસ્ક બનાવવા માટે પાંચથી છ લીચીની છાલ કાઢી તેના ફળને બી થી અલગ કરો. હવે એક બાઉલમાં લીચીનો રસ કાઢી લો અને તેમાં બે ચમચી એલોવેરા જેલ ઉમેરી બરાબર મિક્સ કરો. 


તૈયાર કરેલી પેસ્ટને વાળના મૂળમાં સારી રીતે અપ્લાય કરો અને 10 થી 15 મિનિટ મસાજ કરો. ત્યાર પછી આ પેસ્ટ સુકાઈ ન જાય ત્યાં સુધી વાળમાં તેને રહેવા દો. એક કલાક પછી વાળને ઠંડા પાણીથી ધોઈ લો. 


આ હેર માસ્કનો ઉપયોગ અઠવાડિયામાં એક વખત કરશો તો 15 દિવસમાં જ તમને વાળમાં ફરક દેખાવા લાગશે. તમારા વાળ પહેલા કરતા વધારે મજબૂત અને સુંદર દેખાશે.

Share This Article