ડેન્ડ્રફ માટે ખુબ જ ઉપયોગી તુલસીના પાન જાણો વિગત
Sunday, 03 September 2023
ડેન્ડ્રફ માટે ખુબ જ ઉપયોગી તુલસીના પાન જાણો વિગત
એ વાતનો તો સૌને ખ્યાલ છે કે તુલસીમાં એન્ટી બેક્ટેરિયલ તત્વો રહેલા છે. આયુર્વેદમાં તુલસી સહિત અનેક એવી કુદરતી વસ્તુઓ છે જેના ઉપાયોથી ચહેરા અને વાળની અનેક સમસ્યાઓથી છુટકારો મળી શકે છે અને સુંદરતા પણ નિખારી શકાય છે.
વાળને મજબૂત કરવા માટે લોકો ઘણા પ્રકારના ઉપાયો અપનાવે છે. એલોવેરા જેલ, મેથીદાણા, ડુંગળી સહિતની અનેક ચીજવસ્તુઓનો વપરાશ લોકો કરતા હોય છે. વાળની સમસ્યાઓમાં ડેન્ડ્રફ થવો એ સર્વસામાન્ય સમસ્યા ગણાય છે. ડેન્ડ્રફના ઉપાયો જાણતા પહેલા તે શા માટે થાય છે તે પણ જાણી લઇએ.
ડેન્ડ્રફ એક પ્રકારની ફૂગ છે જે આપણી ત્વચા અને વાળમાં રહેલા તેલને શોષી લે છે. પરંતુ આ પ્રક્રિયા દરમિયાન તે જ સમયે ઓલેઇક એસિડ ઉત્પન્ન થાય છે, જેના કારણે આપણને ત્વચામાં ખંજવાળ આવે છે. ખરાબ જીવનશૈલી અને બદલાતું હવામાન પણ આની પાછળ જવાબદાર છે.
તુલસીના પાનનો હેરપેક બનાવવા તુલસીના 10થી 15 જેટલા પાનને બારીક પીસી લઇ તેમાં એક ચમચી મધ ઉમેરો. આ મિશ્રણને વાળમાં 20 મિનિટ સુધી લગાવી રાખો. અને બાદમાં પાણીથી ધોઈ લો.
તુલસીની પેસ્ટમાં નાળિયેરનું દૂધ ઉમેરીને પણ હેરપેક બનાવી શકાય છે. તુલસીની પેસ્ટમાં નાળિયેરનું દૂધ મિક્સ કરી મિશ્રણને ઉકાળો. જ્યારે તે ઠંડુ થઈ જાય ત્યારે તેને વાળમાં લગાવો. લગભગ 30 મિનિટ પછી વાળ ધોઈ લો.
નાળિયેરના તેલમાં તુલસીના પાન ભેળવીને પણ ઉપયોગમાં લઇ શકાય છે. એક બાઉલમાં નારિયેળ તેલ લો, તેમાં આમળા પાવડર અને તુલસીના પાન નાખો. તેને ઉકાળો. જ્યારે આ તેલ ઠંડું થઈ જાય, ત્યારે તેને એક સ્વચ્છ ડબ્બામાં સ્ટોર કરો. આ તેલથી તમે દરરોજ તમારા વાળમાં માલિશ કરી શકો છો.