ખાવાનામાં મીઠું વધારે પડી જાય એ એક કોમન મિસ્ટેક છે જે કોઈનાથી પણ થઈ શકે છે.

newzcafe
By newzcafe 4 Min Read

રસોઈમાં મીઠું વધારે પડી જાય તો શું કરવું ?


રસોઈમાં મીઠું વધારે પડી જાય તો શું કરવું ?


ખાવાનામાં મીઠું વધારે પડી જાય એ એક કોમન મિસ્ટેક છે જે કોઈનાથી પણ થઈ શકે છે. આથી આ માટે તમારે આખું ભોજન ફેંકી દેવાની જરૂર નથી. તમે સરળ ટ્રિક્સ દ્વારા પણ વધુ મીઠાની અસર ઓછી કરી શકો છો. 


ભોજન બનાવવું એ એક ડેઈલી પ્રોસેસ છે પરંતુ આ કામ દરેક માટે સરળ હોતું નથી. રોજબરોજની ભાગદોડ અને ઉતાવળમાં એવી અનેક ભૂલો થતી હોય છે જે ભારે પડી શકે છે. કુકિંગ દરમિાયન તમારાથી ક્યારેક એવું થતું હોય કે શાક દાળ કે અન્ય ભોજનમાં મીઠું વધારે પડી જાય. જો તમે કોઈ રેસ્ટોરન્ટમાં નવા શેફ હોવ કે નવી વહું તરીકે ઘરમાં આવ્યા હોવ અને આવી ભૂલ થઈ જાય તો ટોણા સાંભળવા પડે છે. અનેક લોકો મીઠાની અસર ઓછી કરવા માટે વધુ પાણી ભેળવી દે છે. પરંતુ તે વધુ ફાયદાકારક રહેતું નથી. ખાસ કરીને જ્યારે મીઠું વધુ પડતું પડી જાય. આવી સ્થિતિમાં ગભરાવવાની જગ્યાએ તમે કઈ કિચન હેક્સ ટ્રાય કરી શકો તે જાણો. 


વધુ મીઠું પડી જાય તો શું કરવું જોઈએ?


1. લીંબુનો રસ


જો ભોજનમાં વધુ મીઠું પડી જાય તો તેના ટેસ્ટને ઓછો કરવા માટે તમે લીંબુનો રસ કે એપ્પલ સાઈડેર વિનેગરનો ઉપયોગ કરી શકો છો. આ બંને સારા વિકલ્પ છે. પરંતુ અનેકવાર લીંબુ કે એપ્પલ સાઈડેર વિનેગરનો ઉપયોગ કરવાથી ભોજનનો સ્વાદ પણ બગડી શકે છે. આવામાં તમે અન્ય વિકલ્પ અજમાવી શકો છો. 


2. ટામેટા


ટામેટા એક એવું શાક છે જે લગભગ દરેક પ્રકારની મીઠાવાળી રેસેપીઝમાં મિક્સ કરી શકાય છે. ટામેટાથી ભોજનનો ટેસ્ટ વધુ બગડતો પણ નથી. પરંતુ તે વધુ સારો થાય છે. તેનાથી વધુ મીઠાની અસર બેઅસર થઈ જશે. જો ઘરમાં ટામેટા ન હોય તો તમે ટામેટાના સોસનો પણ ઉપયોગ કરી શકો છો. 


3 મસાલા


અનેકવાર ભોજનમાં ઘણા મસાલાનો ઉપયોગ થાય છે. આથી જો તમે ભૂલથી વધુ મીઠું નાખી દીધુ હોય તો તમે ફૂડમાં વધુ મસાલા પણ એડ કરી શકો છો. તેનાથી મીઠાના સ્વાદમાં કમી આવશે. 


4. મિલ્ક પ્રોડક્ટ


અનેક પ્રકારના મિલ્ક પ્રોડક્ટને ભોજનમાં ભેળવવાથી તેમાં મીઠું ઓછું થતું હોય છે. જેમ કે મલાઈ, રિકોટ, પનીર કે ખાટ્ટું ક્રીમ વગેરે. આ ઉપરાંત નારિયેળનું દૂધ પણ બેસ્ટ ઓપ્શન છે. જો કે ડેરી પ્રોડેક્ટ્સનો ઉપયોગ ત્યારે જ કરો જ્યારે તેનાથી ભોજનનો ટેસ્ટ ન બગડે. 


6. કાચા બટાકા


બટાકા પણ ઘણા શાકભાજી અને રેસિપી સાથે મિક્સ કરી શકાય છે અને તેનાથી ભોજનનો સ્વાદ પણ બગડતો નથી. જ્યારે કોઈ ખાવાનામાં મીઠું વધુ પડી જાય તો તમે તેને કાચા બટાકા નાખીને થોડીવાર સુધી ગેસ પર પકાવો. આમ કરવાથી બટાકા વધુ પડતું મીઠું શોષી લેશે જેનાથી ફૂડ ખાવા લાયક બની જશે. 


7. ભાત


જ્યારે દાળ કે ગ્રેવીવાળી રેસિપીમાં વધુ પડતું મીઠું પડી જાય અને કોઈ ઉપાય ન સૂજે તો આવામાં તમે રાંધેલા ભાતના બોલ બનાવીને ભોજનમાં થોડીવાર માટે બોળી રાખો. થોડીવાર બાદ ભાતના આ બોલ વધારાનું મીઠું શોષી લેશે. 

Share This Article