શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે.

newzcafe
By newzcafe 2 Min Read

આ વખતે રક્ષાબંધન ક્યારે ઉજવી શકાય ?


આ વખતે રક્ષાબંધન ક્યારે ઉજવી શકાય ?


મુંબઇ: શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વખતે પૂનમ બુધવારે શરૂ થઇ ગુરુવારે પૂર્ણ થાય છે.


શાસ્ત્રીય નિયમાનુસાર સૂર્યોદય વખતે જે તિથિ હોય તે તિથી આખો દિવસ ગણવી પણ તિથિ અનુસાર તહેવાર હોય તો તે તિથિનો સૂર્યોદય પછીનો વ્યાપ ૬ ઘડી એટલે કે ૩ મુહૂર્ત (૨કલાક-૨૪) મિનિટનો હોય તો જ તે તહેવાર સૂર્યોદય સંબંધિત તિથિએ ઉજવી શકાય.


તા. ૩૦-૮-૨૩ બુધવારે રોજ ૧૦-૫૯થી પ્રારંભ થતી શ્રાવણી પૂનમ ગુરુવાર તા. ૩૧-૮-૨૩ રોજે ૦૭.૦૫ મિનિટ સુધી ચાલશે.


ગુરુવાર તા. ૩૧-૮-૨૩નો સૂર્યોદય ૦૬-૨૪નો છે. અને શ્રાવણી પૂનમ -૦૭-૦૫ના પૂર્ણ થતી હોવાથી ગુરુવારે પૂનમનો વ્યાપ નિયમાનુસારનો (૬ ઘડી એટલે કે ૩ મુહૂર્ત ૨ કલાક-૨૪ મિનિટ)ના હોવાથી રક્ષાબંધન બુધવારે ઉજવવી જોઇએ.


શાસ્ત્ર અનુસાર તિથિના બે ભાગ કરતાં બે કરણ આવે આમ વિષ્ટીકરણ હોય ત્યારે (જેનેે ભદ્રા કહેવાય) હોળીનું પ્રાગટય અને રક્ષાબંધન જેવા કાર્યો ન થઇ શકે. પણ અપ્રહાર કાળ અને પ્રદોષ કાળ દરમિયાન રક્ષાબંધન કરી શકાય.


અપ્રહાર કાળ એટલે સૂર્યોદયથી સૂર્યાસ્ત દરમિયાનનો જેટલો સમય આવે તેમાં પાંચ ભાગ કરતાં જે ચોથો ભાગ આવે તેને અપ્રહાર કાળ કહેવાય.


પ્રદોષ કાળ એટલે સૂર્યાસ્ત બાદનો ૨ કલાક ૨૪ મિનિટનો સમય.


ઉપરોક્ત ત્રણ નિયમાનુસાર અપ્રહાર કાળ સંભવ એટલે નથી કે સૂર્યોદયથી સૂર્યાસ્ત સંપૂર્ણ દિવસ તિથિ નથી. પ્રદોષ કાળ સૂર્યાસ્ત બાદ ૨ કલાક ૨૪ મિનિટનો સમયગાળો શ્રેષ્ઠ ગણાય પણ વિષ્ટિકરણ ૦૯-૦૪ સુધી ચાલે છે. એટલે વિષ્ટિકરણ તા. ૩૦-૮-૨૩ બુધવાર રાત્રીએ ૦૯-૦૪ એ પૂર્ણ થયા બાદ જ બુધવારે રાત્રે રક્ષાબંધન નિયમાનુસાર કરી શકાય.

Share This Article