Bimal Patel ITLOS judge India: ITLOS માં બિમલ પટેલની પસંદગી, વૈશ્વિક સ્તરે મળ્યું વ્યાપક સમર્થન
Bimal Patel ITLOS judge India: ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી સફળતા હાંસલ કરી છે. ભારતના ઉમેદવાર પ્રોફેસર ડૉ. બિમલ એન. પટેલને આંતરરાષ્ટ્રીય સમુદ્રી કાયદા ટ્રિબ્યુનલ (ITLOS) ના ન્યાયાધીશ ચૂંટવામાં આવ્યા છે. તેઓ ૨૦૨૬ થી ૨૦૩૫ સુધી આ પદ પર રહેશે. આ અવસર પર વિદેશ મંત્રી એસ. જયશંકર અને વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે તેમને અભિનંદન પાઠવ્યા છે.
આ ચૂંટણીમાં ભારતને સભ્ય દેશોનું વ્યાપક સમર્થન અને વિશ્વાસ પ્રાપ્ત થયો છે. ભારત સરકારે તમામ સભ્ય દેશોનો આભાર વ્યક્ત કરતા પ્રો. પટેલને આ પ્રતિષ્ઠિત પદ પર ચૂંટાઈ આવવા બદલ અભિનંદન પાઠવ્યા છે. સાથે જ ટ્રિબ્યુનલ માટે ચૂંટાયેલા અન્ય તમામ પ્રતિષ્ઠિત સભ્યોને પણ શુભેચ્છા આપવામાં આવી છે.
વિદેશ મંત્રીએ સભ્ય દેશોનો માન્યો આભાર
વિદેશ મંત્રી એસ. જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા કહ્યું, ડૉ. બિમલ પટેલને અભિનંદન! UNCLOS ના સભ્ય દેશોને તેમના સમર્થન માટે દિલથી આભાર.
A significant milestone.
India’s candidate, Prof. (Dr.) Bimal N. Patel, has been elected Judge of the International Tribunal for the Law of the Sea (ITLOS) for the term 2026–35.
We thank all member states for their trust in India and congratulate Prof. Patel and all eminent…
— Randhir Jaiswal (@MEAIndia) June 19, 2026
રણધીર જાયસવાલે આ માહિતી શેર કરતા કહ્યું, ‘ભારતના ઉમેદવાર, પ્રોફેસર (ડૉ.) બિમલ એન. પટેલને ૨૦૨૬-૩૫ ના કાર્યકાળ માટે ‘ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલ ફોર ધ લો ઓફ ધ સી’ (ITLOS) ના જજ ચૂંટવામાં આવ્યા છે. અમે ભારત પર ભરોસો જતાવા માટે તમામ સભ્ય દેશોનો આભાર માનીએ છીએ અને પ્રોફેસર પટેલ તથા ટ્રિબ્યુનલ માટે ચૂંટાયેલા તમામ પ્રતિષ્ઠિત સભ્યોને અભિનંદન આપીએ છીએ.’
પ્રો. (ડૉ.) બિમલ એન. પટેલની ITLOS માં પસંદગી વૈશ્વિક મંચ પર ભારતની વધતી પ્રતિષ્ઠા અને સમુદ્રી કાયદાના ક્ષેત્રમાં તેની મજબૂત ઉપસ્થિતિને દર્શાવે છે.
UNCLOS શું છે?
‘યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ લો ઓફ સી’ એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સંધિ છે જે સમુદ્રી વિસ્તારો, સંસાધનો અને પર્યાવરણના ઉપયોગના નિયમો નક્કી કરે છે. તેમાં લગભગ ૧૬૮ સભ્ય દેશો સામેલ છે. ભારતે ૧૯૮૨ માં આના પર હસ્તાક્ષર કર્યા હતા અને ૧૯૯૫ માં આ સંધિનું અનુમોદન કર્યું હતું.
આ પણ વાંચો: ઝીરોથી હીરો સુધીનો સફર, કોલ્ડડ્રિંક્સ વેચનાર Parimal Nathwani કેવી રીતે બન્યા રાજ્યસભાના સાંસદ? – Newz Cafe

