BLO Stress SIR India: સિસ્ટમનો ક્રૂર ભાર: શું ‘Special Intensive Revision’ પ્રક્રિયા રાજકીય લાભ માટે BLO (શિક્ષક) પર જીવલેણ દબાણ બની રહી છે?

Arati Parmar
2 Min Read

BLO Stress SIR India: દેશમાં આજે એક એવી સંસ્થાકીય આફત ઉભી થઈ છે, જે કાગળો પર નહિ, પરંતુ જીવતા માણસોના મરણમાં લખાઈ રહી છે. Election Commission દ્વારા અમલમાં મુકાયેલી Special Intensive Revision (SIR) પ્રક્રિયાનો હેતુ મતદાર યાદીમાંથી ગેરકાયદેસર નામો દૂર કરવાનો હોવાનું કહેવાય છે. પરંતુ હકીકતમાં આ પ્રક્રિયા BLO એટલે કે શિક્ષક કર્મચારીઓ માટે જીવલેણ દબાણનું કારણ બની રહી છે.

માત્ર એક સપ્તાહમાં ત્રણ BLOનાં મોત—ગીર સોમનાથના દેવડી ગામના શિક્ષક અરવિંદ, પશ્ચિમ બંગાળની શાંતિ મણી અને રાજસ્થાનમાંથી એક વધુ કેસ—આ બધું સિસ્ટમની ક્રૂર સાક્ષી બની ગયું છે.

- Advertisement -

અરવિંદભાઈ પર સતત ફોર્મ ચકાસણી, ડિજિટલ અપલોડ્સ, રોજ નવી સૂચનાઓ અને ભૂલ થવાની ભીતિએ અતિશય તણાવ સર્જ્યો હતો. કુટુંબના કહેવાથી તેમની ઉંઘ, માનસિક સ્થિરતા અને આત્મવિશ્વાસ બધું તૂટ્યું હતું. suicide note માં તેમણે પોતાની અસહ્ય પીડા સ્પષ્ટ લખી હતી.

બીજી તરફ, શાંતિ મણી ભાષાકીય અડચણો, દોડધામ અને દબાણથી થાકી ગઈ હતી. કોઈ સહાય નહિ, કોઈ સમજણ નહિ—માત્ર અપેક્ષાઓનો ભાર.

- Advertisement -

દેશભરના BLOઓ હવે ખુલ્લેઆમ કહી રહ્યાં છે કે

“IAS અધિકારીઓએ એક દિવસ SIRનું ફીલ્ડ કામ કરી જોઈ લે, ત્યારે સમજાશે કે આ કામ કેટલું અશક્ય છે.”

- Advertisement -

આ સાથે એક ગંભીર આરોપ પણ ઉઠી રહ્યો છે—

શું આ પ્રક્રિયા કોઈ રાજકીય લાભ માટે વપરાઈ રહી છે? જો હા, તો એની કિંમત નિર્દોષ કર્મચારીઓના જીવથી ચૂકવાઈ રહી છે.

જમાવટ એ છે કે—

લોકશાહીનું રક્ષણ કર્મચારીઓને તોડી નાખીને નહિ, પરંતુ માનવતા અને સંવેદનાથી થશે.

હવે સવાલ સ્પષ્ટ છે:

આ મૃત્યુઓની જવાબદારી કોણ લેશે?

જો આ મોત પછી પણ સુધારો નહિ થાય, તો આગળ વધુ કફન માટે તૈયાર રહેવું પડશે.

Share This Article