Congress Donations: શું કોંગ્રેસ પાર્ટીનો હવે સફાયો થઈ જશે? ફંડ વગર કોઈ પાર્ટી પોતાનું અસ્તિત્વ ટકાવી જ ન શકે…
ભારતીય રાજકારણમાં ચૂંટણી જીતવા માટે જનસમર્થન જેટલું જ આર્થિક સંસાધનોનું પણ મહત્ત્વ છે. હવે કોંગ્રેસને મળતા દાનમાં થયેલો મોટો ઘટાડો પક્ષ માટે ચિંતાનો વિષય બની શકે છે.
અહેવાલમાં આપેલા આંકડા પ્રમાણે FY 2023-24માં કોંગ્રેસને ₹20,000થી વધુનું કુલ ₹517.39 કરોડનું દાન મળ્યું હતું. જ્યારે FY 2024-25માં આ રકમ ઘટીને માત્ર ₹130.69 કરોડ થઈ ગઈ છે.
એટલે કે એક જ વર્ષમાં કોંગ્રેસને મળતા આ પ્રકારના દાનમાં આશરે 75 ટકાનો ઘટાડો નોંધાયો છે. અહેવાલ મુજબ છેલ્લા દસ વર્ષમાં આ સૌથી મોટો ઘટાડો છે.
બીજી તરફ, FY 2024-25માં ભાજપને ₹20,000થી વધુનું ₹6,074.02 કરોડનું દાન મળ્યું હોવાનું આંકડામાં દર્શાવાયું છે.
આ આંકડા રાજકીય પક્ષોની આર્થિક સ્થિતિ અંગે અનેક સવાલો ઊભા કરે છે.
શું કોંગ્રેસ માટે આ માત્ર આર્થિક પડકાર છે કે પછી પક્ષ પ્રત્યે દાતાઓના બદલાતા વલણનો સંકેત છે?
શું ભંડોળની અછત પક્ષના સંગઠન, ચૂંટણી પ્રચાર અને રાજકીય અસ્તિત્વને અસર કરી શકે છે?
એક વાત સ્પષ્ટ છે કે રાજકારણમાં માત્ર વિચારધારા અને નેતાઓથી પક્ષ ચાલતો નથી, તેને ટકાવી રાખવા આર્થિક તાકાત પણ જરૂરી છે.
નોંધ: અહીં દર્શાવેલા આંકડા ₹20,000થી વધુના જાહેર કરાયેલા દાનના છે, પક્ષોની કુલ આવકના નથી.

