કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે જણાવે છે કે ઇન્ડિયા’ 295 બેઠક જીતશે

Reena Brahmbhatt
1 Min Read

નવી દિલ્હી, તા.1 : કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ દાવો કર્યો છે કે લોકસભા ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધન ર9પ બેઠક જીતશે. ખડગેએ કહ્યંy કે, ગઠબંધનની આજે યોજાયેલી બેઠક અઢી કલાક ચાલી હતી જેમાં ચૂંટણી પર ચર્ચા કરવામાં આવી હતી. લોકસભા ચૂંટણીના સાતેય તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે, 4 જૂને પરિણામ છે ત્યારે તે પહેલાં પરિણામ બાદની રણનીતિ ઘડવા શનિવારે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેનાં નિવાસસ્થાને ઇન્ડિયા ગઠબંધનની બેઠક યોજાઈ હતી.
Kharge rahul soniya

બેઠકમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, કેજરીવાલ, અખિલેશ યાદવ, શરદ પવાર, ભગવંત માન, રાઘવ ચઢ્ઢા, ટી.આર.બાલુ, ચંપઈ સોરેન, કલ્પના શોરેન, ફારુખ અબ્દુલ્લા, ડી.રાજા, સિતારામ યેચૂરી, શિવસેના યૂબીટીના અનિલ દેસાઈ, મુકેશ સાહની સહિત વિપક્ષના ર3 જેટલા અગ્રણી નેતાઓ ચૂંટણીમાં ગઠબંધનનું પ્રદર્શન અને સંભવિત પરિણામ અંગે ચર્ચા કરી હતી. બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સામેલ થયાં ન હતાં. ઉપરાંત મહબૂબા મુફતી અને તેજસ્વી યાદવ પણ ગેરહાજર હતાં.

- Advertisement -
Share This Article