Defense AI India Sarvam: સંરક્ષણ મંત્રાલય અને ‘સર્વમ’ વચ્ચે ₹300 કરોડનો મેગા પ્લાન, હવે દુશ્મનોનો મુકાબલો કરવા માટે ભારત તૈયાર કરી રહ્યું છે પોતાનું ‘સ્વદેશી દિમાગ

Arati Parmar
3 Min Read

Defense AI India Sarvam: ભારતીય સશસ્ત્ર દળો માટે મોર્ડન વોરફેરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના ભરપૂર ઉપયોગના વિચારે નવી ગતિ પકડી છે. આનું નેતૃત્વ ‘સર્વમ’ અને અન્ય સ્વદેશી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ લેબ કરી રહી છે, જેમની સંરક્ષણ મંત્રાલય સાથે ગહન વાતચીત ચાલુ છે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, સર્વમ અને અન્ય સ્વદેશી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ લેબ સંરક્ષણ મંત્રાલય સાથે મળીને ₹300 કરોડના ખર્ચે એક ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ (CoE) સ્થાપિત કરવા અંગે ચર્ચા કરી રહ્યા છે. અહીં સંરક્ષણ ઉપકરણો અને હથિયારો માટે ભારતની જરૂરિયાત મુજબ સ્વદેશી AI ક્ષમતાઓ વિકસાવવામાં આવશે.

- Advertisement -

સંરક્ષણ વ્યૂહરચનામાં AI બની રહ્યું છે મહત્વનું પાસું

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને યુદ્ધનો હિસ્સો બનાવવાની આ ગંભીર તૈયારી ભારતની વ્યૂહાત્મક રણનીતિમાં મોટા ફેરફારનો ભાગ છે.

  • આત્મનિર્ભરતા: વ્યૂહરચના એ છે કે હવે તમામ વિદેશી AI મોડલ્સ પરની નિર્ભરતા સંપૂર્ણપણે ખતમ કરીને ધીરે ધીરે પૂર્ણપણે આત્મનિર્ભર તકનીકી ક્ષમતા અપનાવી લેવામાં આવે. સંવેદનશીલ મિલિટરી ઓપરેશનના ક્ષેત્રમાં આ સૌથી પહેલી પ્રાથમિકતાઓમાં સામેલ છે.

  • વર્તમાન સ્થિતિ: રશિયા-યુક્રેન યુદ્ધથી લઈને પશ્ચિમ એશિયામાં ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં AI એ જે રીતે પોતાની વધતી મહત્તા સાબિત કરી છે તે આખી દુનિયા જોઈ રહી છે.

સેન્ટર ઓફ એક્સેલન્સ હેઠળ ઈન્ટેલિજન્સ યુનિટ બનશે

સેન્ટર ઓફ એક્સેલન્સ હેઠળ અનેક ઈન્ટેલિજન્સ યુનિટ બનાવવાની યોજના છે. અહીં ભારતની ભૌગોલિક અને પર્યાવરણીય જરૂરિયાતો મુજબ AI સિસ્ટમ વિકસાવવામાં આવશે. આ સ્વદેશી AI મોડલ્સ ભારતીય સશસ્ત્ર દળોની દેખરેખ, જાસૂસી અને નિર્ણય લેવાની ક્ષમતાઓને વધારવાનું કામ કરશે.

- Advertisement -

‘ટેકનોલોજી નિકાસમાં જીઓપોલિટિકલ ફાયદો’

ભારતીય સેનાના ઉત્તરી કમાન્ડના પૂર્વ કમાન્ડર ઇન ચીફ લેફ્ટનન્ટ જનરલ દીપેન્દ્ર સિંહ હુડ્ડા (રિટાયર્ડ) એ કહ્યું કે, ‘ટેકનોલોજીની નિકાસમાં હવે આર્થિક નહીં, પરંતુ જીઓપોલિટિકલ ફાયદો છે.’ સર્વમ એ ભારતમાં સ્વદેશી AI નો આધાર તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે, જેની સ્થાપના પ્રત્યુષ કુમાર અને વિવેક રાઘવન જેવા સંશોધકોએ કરી છે.

અમેરિકાના AI મોડલે જ ખામેનેઈને કર્યા ઠેર

અમેરિકાએ ઈરાનમાં હુમલા માટે એન્થ્રોપિકના ક્લાઉડ (AI) મોડલનો ઉપયોગ કર્યો હતો, જેમાં ઈરાનના સુપ્રીમ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈ અને અન્ય 48 લોકો માર્યા ગયા હતા.

- Advertisement -

AI ના સુપરપાવર છે અમેરિકા અને ચીન

આજની તારીખમાં સમગ્ર વિશ્વમાં અમેરિકા અને ચીન AI ના સુપરપાવર છે. આ બંને મહાશક્તિઓએ ચિપથી લઈને લાર્જ લેંગ્વેજ મોડલ્સ (LLMs) સુધીમાં ઘણી હદ સુધી આત્મનિર્ભરતા મેળવી લીધી છે. નિષ્ણાતોનું કહેવું છે કે જીઓપોલિટિકલ સંઘર્ષ દરમિયાન વિશ્વના અન્ય દેશો માટે આ ખૂબ જ ચિંતાજનક સ્થિતિ છે.

ચીનની ૨૦૪૯ સુધીની તૈયારી

ચીનની સ્થિતિ એ છે કે તેણે પોતાની મિલિટરીને દુનિયાની સૌથી અત્યાધુનિક બનાવવા માટે ૨૦૪૯ ની ટાઈમલાઈન નક્કી કરી છે. આ માટે ત્યાં AI, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને એરોસ્પેસ સાથે જોડાયેલી ટેકનોલોજી પર મોટા પાયે કામ ચાલી રહ્યું છે અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ પોતે આ અભિયાન પર નજર રાખી રહ્યા છે.

Share This Article