Delhi Government Bungalows expenditure: કેન્દ્રીય મંત્રીઓના સરકારી આવાસો પર 12 વર્ષમાં ₹547.68 કરોડનો ખર્ચ, જૂના બંગલાઓની જાળવણી બની મોંઘી

Arati Parmar
2 Min Read

Delhi Government Bungalows expenditure: લુટિયન્સ દિલ્હીના સરકારી બંગલાઓનો ખર્ચ બેફામ: 2025-26માં જાળવણી પાછળ ₹92.35 કરોડ ખર્ચાયા

Delhi Government Bungalows expenditure: દિલ્હીના પ્રતિષ્ઠિત લુટિયન્સ વિસ્તારમાં આવેલા સરકારી બંગલાઓની જાળવણી સતત મોંઘી બની રહી છે, જે હવે લગભગ એક સદી જૂના થઈ ચૂક્યા છે. કેન્દ્રીય મંત્રીઓના સરકારી આવાસોની મરામત, સજાવટ અને જાળવણી પર 2025-26માં ₹92.35 કરોડ ખર્ચાયા, જે 2014-15માં ખર્ચવામાં આવેલા ₹27.47 કરોડ કરતાં ત્રણ ગણાથી પણ વધારે છે.

‘પીટીઆઈ’ દ્વારા માહિતીના અધિકાર (RTI) હેઠળ પ્રાપ્ત માહિતી અનુસાર, 2014-15થી 2025-26 વચ્ચે આવા કામો પર સરકારે કેન્દ્રીય લોક નિર્માણ વિભાગ (CPWD) દ્વારા ₹547.68 કરોડ ખર્ચ્યા. CPWD જ આ આવાસોની મરામત, સજાવટ અને જાળવણીનું કામ કરે છે.

- Advertisement -

આંકડાઓ અનુસાર, 2025-26માં સરકારી બંગલાઓ પર થયેલો ₹92.35 કરોડનો વાર્ષિક ખર્ચ 2014 પછીનો સૌથી વધુ છે. અધિકારીઓએ તેના માટે મોંઘવારી ઉપરાંત રાજધાનીના મધ્યમાં મોટા ભૂખંડો પર બનેલા આ જૂના ભવનોમાં સમય સાથે થતી તૂટફૂટને જવાબદાર ગણાવી છે.

CPWD અધિકારીઓએ જાળવણીની અનેક મુશ્કેલીઓ ગણાવી

CPWDના અધિકારીઓએ છેલ્લા કેટલાક વર્ષોમાં આ બંગલાઓની જાળવણી સાથે જોડાયેલી અનેક મુશ્કેલીઓ તરફ ઈશારો કર્યો છે. તેમાં ભેજ, ઉધઈ લાગવી, જૂના થઈ ગયેલા વીજ ઉપકરણો, પાઇપલાઇનની સમસ્યાઓ અને અન્ય મરામતના કામો સામેલ છે. ભૂતકાળમાં કેટલાક બંગલાઓને તોડીને નવા સિરેથી બનાવવાની યોજનાઓ પણ સામે આવી હતી, જોકે તેમને ક્યારેય સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નહોતી.

- Advertisement -

એક અધિકારીએ કહ્યું, ‘‘આમાંથી મોટાભાગના બંગલાઓ 80-90 અથવા 100 વર્ષ જૂના છે. તેમાંના કેટલાક, જોકે બધા નહીં, માળખાકીય રીતે અસુરક્ષિત પણ બની ગયા છે અને તેમને વધુ સારી સ્થિતિમાં લાવવાની જરૂર હતી.’’

નવી દિલ્હીને બ્રિટિશ શાસનની રાજધાની તરીકે વિકસાવવામાં આવી રહી હતી ત્યારે આ વિસ્તારમાં બંગલાઓનું નિર્માણ 1912થી 1930 વચ્ચે કરવામાં આવ્યું હતું. આઝાદી બાદ તેનો ઉપયોગ વરિષ્ઠ સરકારી અધિકારીઓના આવાસ તરીકે થવા લાગ્યો.

- Advertisement -

મંત્રીઓ ઉપરાંત આ બંગલાઓમાં સાંસદો, વરિષ્ઠ ન્યાયાધીશો અને ટોચના સૈન્ય અધિકારીઓ સહિત અન્ય ગણમાન્ય લોકો પણ રહે છે.

Share This Article