Delhi Liquor Policy Case Verdict: દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી દારૂ નીતિ સાથે જોડાયેલા ચર્ચિત CBI કેસમાં આમ આદમી પાર્ટી (AAP) ના ટોચના નેતાઓ અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને વિજય નાયરને મોટી રાહત આપતા તમામ આરોપોમાંથી મુક્ત કર્યા છે. કોર્ટે કહ્યું કે સીબીઆઈ આરોપ સાબિત કરવામાં નિષ્ફળ રહી છે અને આ કેસમાં ન તો કોઈ ગુનાહિત ષડયંત્ર દેખાય છે કે ન તો કોઈ વિશ્વસનીય પુરાવા દેખાય છે.
કોર્ટનો મોટો નિર્ણય
આ મામલે સ્પેશિયલ જજ જિતેન્દ્ર સિંહે આદેશ પસાર કર્યો હતો. કોર્ટે કહ્યું કે કોઈ એકંદર ષડયંત્ર કે ગુનાહિત ઈરાદો મળ્યો નથી. અદાલતે સીબીઆઈને કોઈ પણ પુરાવા વગર તેમને ફસાવવા બદલ ઠપકો આપ્યો અને કહ્યું કે વિગતવાર આરોપનામામાં ઘણી ખામીઓ છે જેને કોઈ સાક્ષી કે નિવેદનનું સમર્થન મળતું નથી.
કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે મનીષ સિસોદિયા વિરુદ્ધ કોઈ પ્રથમ દૃષ્ટિએ કેસ (Prima Facie Case) બનતો નથી. જજે એવી પણ ટિપ્પણી કરી હતી કે અરવિંદ કેજરીવાલને કોઈ નક્કર સામગ્રી વગર આરોપી બનાવવામાં આવ્યા હતા.
CBI ને અદાલતનો ઠપકો
કોર્ટે CBI ની તપાસ પદ્ધતિ પર સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે એજન્સી યોગ્ય, તાર્કિક અને નિષ્પક્ષ તપાસ કરવામાં નિષ્ફળ રહી છે. ફેર ટ્રાયલ ત્યારે જ શક્ય છે જ્યારે તપાસ પણ ફેર (નિષ્પક્ષ) હોય, અને આ કિસ્સામાં તપાસ તે સ્તર પર જોવા મળી નથી.
સિસોદિયાને મોટી રાહત
રાઉઝ એવન્યુ કોર્ટે કહ્યું કે સિસોદિયા વિરુદ્ધ પણ કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. પ્રોસિક્યુશન પોતાનો કેસ સાબિત કરી શક્યું નથી. અદાલતે સાફ શબ્દોમાં કહ્યું કે CBI દ્વારા લગાવવામાં આવેલા આરોપોમાં દમ નથી અને કોઈ ગુનાહિત ષડયંત્ર મળ્યું નથી.
કેજરીવાલને પણ ક્લીન ચિટ
અદાલતે કહ્યું કે કેજરીવાલ વિરુદ્ધના આરોપોનો કોઈ આધાર નહોતો. તેમને કોઈ નક્કર પુરાવા વગર કેસમાં સામેલ કરવામાં આવ્યા હતા.

