ગુજરાતમાં મંગળવારે યોજાયેલી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કરીને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન (JMC) અને 68 માંથી 60 નગરપાલિકાઓ તેમજ ત્રણેય તાલુકા પંચાયતો જીતી લીધી હતી. આ ચૂંટણીઓ માટે મતદાન 16 ફેબ્રુઆરીએ થયું હતું.અને હવે ડબલ એન્જીનની સરકારમાંથી ટ્રિપલ એન્જીનની સરકાર બની ગઈ છે.તો સામે છેડે કોંગ્રેસ હાર પર હાર સ્વીકારતા જાણે શીખી ગઈ હોય તેમ આ વખતે લોકોને પણ લાગ્યું છે.કેમ કે, ગુજરાત વિધાનસભામાં 17 વિધાનસભ્યોનો આંકડો આજે 12 પર જ પહોંચી ગયો છે.તો બીજી તરફ હાલમાં જ દિલ્હીમાં પણ કારમી હાર મળી છે તેમછતાં જાણે કોંગ્રેસના પેટનું પાણી પણ હલતું નથી તેવો સીન જોવા મળે છે.
અન્યથા જોવામાં આવે તો સ્થાનિક લેવલે તો ઘણા પ્રશ્નો , ભ્રસ્ટાચારની વ્યાપક ફરિયાદો અને સમસ્યાઓ છે તેમછતાં લોકોએ ક્યાંક બીજેપીના વિકલ્પ તરીકે ક્યાંક અપક્ષ, ક્યાંક બીએસપી, ક્યાંક એસપી અને ક્યાંક આમ આદમી પાર્ટીને મત આપ્યા છે પરંતુ કોંગ્રેસનો મોટાભાગે દૂર જ રાખી છે.ત્યારે કોંગ્રેસના કંગાળ દેખાવને લઈને રાજનીતિક વિશ્લેષકોમાં તો ચર્ચા છે જ પણ લોકો પણ આ કારમી હારને જોઈ ચકિત થઇ ગયા છે.
વેલ, આ વખતે ભાજપે કોંગ્રેસ પાસેથી ઓછામાં ઓછી 15 નગરપાલિકા છીનવી લીધી છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં અને 2024માં લોકસભાની 26માંથી 25 બેઠકો પર જંગી જીત બાદ, શાસક પક્ષે રાજ્યમાં તેની ચૂંટણીની પકડ વધુ મજબૂત કરી છે. કોંગ્રેસ માત્ર એક નગરપાલિકા જીતી શકી હતી, જ્યારે પ્રાદેશિક પક્ષ સમાજવાદી પાર્ટી (SP) એ બે નગરપાલિકા જીતીને વધુ સારું પ્રદર્શન કર્યું હતું.
OBC અનામતના અમલ પછી પ્રથમ ચૂંટણી
આ પહેલી સ્થાનિક સંસ્થાની ચૂંટણી હતી જેમાં 2023માં ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલ 27% અન્ય પછાત વર્ગ (OBC) અનામતનો અમલ કરવામાં આવ્યો હતો. જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થિતિ પર નજર કરીએ તો કુલ 60 બેઠકોમાંથી ભાજપે 48 બેઠકો જીતી હતી. અહીં કોંગ્રેસને 11 બેઠકો મળી છે. એક બેઠક અપક્ષ ઉમેદવારને ફાળે ગઈ હતી.
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ સમગ્ર ગુજરાતમાં 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયત ગાંધીનગર, કપરવંજ અને કાથલાલ માટે પણ ચૂંટણી યોજાઈ હતી. મંગળવારે મતગણતરી બાદ ભાજપે 60 નગરપાલિકા અને ત્રણેય તાલુકા પંચાયતોમાં સ્પષ્ટ જીત નોંધાવી હતી.
PM મોદીએ નગરપાલિકાઓની ચૂંટણી જીતવા પર શું કહ્યું?
ગુજરાતની જનતાનો આભાર માનતા વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને કહ્યું કે આ વિકાસની રાજનીતિની બીજી જીત છે.
તેમણે કહ્યું, ‘મને ખુશી છે કે ગુજરાતની જનતા વારંવાર અમારા પ્રયાસોમાં વિશ્વાસ વ્યક્ત કરી રહી છે. આ જીત વિકાસની રાજનીતિની બીજી જીત છે, જે આપણને જનતાની સેવા કરવા માટે વધુ ઉર્જા આપે છે.
ગુજરાતના સીએમએ શું કહ્યું?
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટર પર લખ્યું, ‘ગુજરાતની સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ જીત બદલ તમામ વિજેતા ઉમેદવારો, પક્ષના કાર્યકરો અને પક્ષના ટોચના નેતૃત્વને હાર્દિક અભિનંદન અને રાજ્યના નાગરિકોનો ખૂબ ખૂબ આભાર. ભાજપ ભારતીય પરંપરાના શાશ્વત મૂલ્યોને જાળવી રાખીને સમાજના સર્વાંગી વિકાસ માટે ઉભો છે. ભાજપ ખાલી વચનોની તરફેણમાં નથી પરંતુ નક્કર વિકાસની રાજનીતિના પક્ષમાં છે