eChallan Pending: ટ્રાફિક નિયમોના ભંગ બદલ ₹43,000 કરોડથી વધુ ઈ-ચાલાન બાકી, નિતિન ગડકરીએ આપી કડક ચેતવણી

Arati Parmar
2 Min Read

eChallan Pending: ઈ-ચાલાનની બાકી રકમમાં ઉત્તર પ્રદેશ પ્રથમ, દિલ્હી બીજા સ્થાને; સરકારે જાહેર કર્યા આંકડા

eChallan Pending: છેલ્લા સાડા પાંચ વર્ષમાં ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટ નિયમોનો ભંગ કરનારાઓને જારી કરાયેલા ઈ-ચાલાનની બાકી રકમના મામલે ઉત્તર પ્રદેશ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સૌથી આગળ છે અને ત્યારબાદ દિલ્હીનો નંબર આવે છે. સરકારી આંકડા દર્શાવે છે કે આ બંને રાજ્યોમાં બાકી ચાલાનની રકમ કુલ બાકી ચાલાન રકમના 50 ટકા કરતાં વધુ છે.

માર્ગ પરિવહન મંત્રાલયે બુધવારે રાજ્યસભામાં બાકી રકમ અંગે જે આંકડા રજૂ કર્યા, તે મુજબ જાન્યુઆરી 2021થી આ વર્ષના 30 જુલાઈ સુધી ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ, એટલે કે અંદાજે 11,331 કરોડ રૂપિયાના ચાલાન બાકી હતા, જ્યારે દિલ્હીના મામલે આ રકમ અંદાજે 11,150 કરોડ રૂપિયા છે.

- Advertisement -

સરકારી આંકડા મુજબ, નિયમોનો ભંગ કરનારાઓ તરફથી અંદાજે 43,000 કરોડ રૂપિયાનો દંડ હજુ સુધી ભરવામાં આવ્યો નથી. તમિલનાડુ 3,601 કરોડ રૂપિયાની બાકી રકમ સાથે ત્રીજા સ્થાને છે.

જ્યાં સુધી વર્ષ 2021થી જારી કરાયેલા ઈ-ચાલાનોની સંખ્યાનો પ્રશ્ન છે, ત્યાં ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 7 કરોડ 89 લાખ ચાલાન જારી કરવામાં આવ્યા, ત્યારબાદ તમિલનાડુમાં 6 કરોડ 37 લાખ અને દિલ્હીમાં 4 કરોડ 71 લાખ ચાલાન જારી કરવામાં આવ્યા. કેરળ 4 કરોડ 58 લાખ ચાલાન સાથે ચોથા સ્થાને છે.

- Advertisement -

નિતિન ગડકરીએ ચેતવણી આપી

સાંસદ સંજય સેઠના એક પ્રશ્નના લેખિત જવાબમાં માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ જણાવ્યું કે બાકી રહેલા દંડના સતત વધતા ઢગલાનો સામનો કરવા માટે સરકારે ‘સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ (થર્ડ અમેન્ડમેન્ટ) રૂલ્સ, 2026’ અમલમાં મૂક્યા છે. આ નવા નિયમો હેઠળ જાન્યુઆરી 2026થી શરૂ થતા વર્ષ દરમિયાન પાંચ અથવા તેથી વધુ વખત નિયમોનો ભંગ કરનારાઓના ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવામાં આવશે.

- Advertisement -

માર્ગ અકસ્માતોમાં વધતા મૃત્યુ અંગે પણ ગડકરીએ વ્યક્ત કરી ચિંતા

માર્ગ અકસ્માતોમાં વધી રહેલા મૃત્યુઆંક અંગે સાંસદ સુધા મૂર્તિના અન્ય એક પ્રશ્નના જવાબમાં ગડકરીએ જણાવ્યું કે સરકારે ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ દંડમાં વધારો કર્યો છે અને માર્ગો તેમજ વાહનોને વધુ સુરક્ષિત બનાવવા માટે પગલાં લીધાં છે. તેમણે જણાવ્યું કે લોકોનું વર્તન જ વાસ્તવિક અને સૌથી મોટો પડકાર બની રહ્યું છે.

Share This Article