Foreign Prisoners in West Bengal: પશ્ચિમ બંગાળની જેલમાં વિદેશી કેદીઓનો રેકોર્ડ, બાંગ્લાદેશીઓ સૌથી વધુ

Arati Parmar
2 Min Read

Foreign Prisoners in West Bengal: દેશભરની જેલોમાં અસંખ્ય કેદીઓ બંધ છે, પરંતુ શું તમે જાણો છો કે સૌથી વધુ વિદેશી કેદીઓ પશ્ચિમ બંગાળની જેલમાં કેદ છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) ના એક અહેવાલમાં આ અંગે ખુલાસો કરવામાં આવ્યો છે.  NCRB એ ભારતીય જેલ આંકડા 2023નો રિપોર્ટ રજૂ કર્યો છે. જે અનુસાર, પશ્ચિમ બંગાળની જેલોમાં સૌથી વધુ વિદેશી કેદીઓ કેદ છે. ભારતમાં કુલ 6,956 વિદેશી કેદીઓ છે, જેમાંથી 2,508 વિદેશી કેદીઓ (આશરે 36 ટકા) પશ્ચિમ બંગાળની જેલમાં કેદ છે.

ભારતમાં સૌથી વધુ વિદેશી ગુનેગાર આ દેશના

- Advertisement -

પશ્ચિમ બંગાળની જેલમાં 25774 કેદીઓ બંધ છે. જેમાંથી 9 ટકા વિદેશી નાગરિક છે. જેમાં સૌથી વધુ ગુનેગાર બાંગ્લાદેશના છે. પશ્ચિમ બંગાળની જેલમાં 778 બાંગ્લાદેશીઓ વિરૂદ્ધ ગુના સાબિત થઈ ચૂક્યા છે અને 1440 કેદીઓના કેસ ચાલી રહ્યા છે. આ સિવાય જેલમાં બંધ સૌથી વધુ વિદેશી કેદીઓની સંખ્યામાં મ્યાનમાર બીજા ક્રમે છે.

Share This Article